ગુજરાત/ રાજયમાં આવતીકાલે આકાશમાં ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો જોવા મળશે

સિંહની ઉલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્બિંદુ સિંહરાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે.

Gujarat

દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં ડેક્રોનીક્સ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા.  1-2 નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્ર્વના લોકો ગુરૂવાર તા. 11 મી નવેમ્બર થી તા. ર0 નવેમ્બર દરમ્યાન લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યાં છે.

વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન ર્ક્યું છે. ઉલ્કા વર્ષા નિદર્શનનો મુખ્ય સમારોહ અમદાવાદ ખાતે પસંદગી કરવામાં આવેલ છે.  દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર માસમાં તા. 13 મી થી 20 દરમ્યાન સિંહ રાશિની લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી 15 થી 50 અને વધુમાં વધુ 100 ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના   દ્રશ્યો જોવા  મળે છે.

આ પણ વાંચો ;વાર-પલટવાર / નવાબ મલિકે ફોડ્યો દેવેન્દ્ર ફડણવીસ પર અંડરવર્લ્ડ અને નકલી નોટોનું હાઇડ્રોજન બોમ્બ…

અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા શ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. સિંહની ઉલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્બિંદુ સિંહરાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે.

જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્નગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિદ્વારકા, મોરબી, કચ્છ-ભુજ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, પંચમહાલ, આહવા, અરવલ્લી, રાજપીપળા,  તાપી-નર્મદા, ધાનેરા, ડીસા, હિંમતનગર,  પાવગઢ, ગોધરા, વિગેરે નાના-મોટા નગરોમાં એક કે બે દિવસીય મધ્યરાત્રિ – પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.  જાથાના ચેરમેન પંડયા અમદાવાદ ખાતે હાજરી આપી અવકાશી ઘટનાઓ સંબંધી વિસ્તૃત માહિતી આપનાર છે.

આ પણ વાંચો ;ગમખ્વાર અકસ્માત / રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચે ટક્કર, 12 લોકોના મોત