રાજસ્થાનમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર બુધવારે સવારે એક ખાનગી બસ ટેન્કર ટ્રેલર સાથે અથડાઈ હતી. એક રિપોર્ટ અનુસાર, આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકોના મોત થયા છે. ANI એ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પચપદરા પાસે બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચેની ટક્કરમાં 12 લોકો જીવાત ભુંજાયા છે અને ઘણા ઘાયલ થયા છે.
આ પણ વાંચો :ત્રણ કૃષિ કાયદાના વિરોધ વચ્ચે સિંધુ બોર્ડર પર ખેડૂતે ફાંસી લગાવી કરી આત્મહત્યા
રિપોર્ટ અનુસાર, બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ બાડમેર-જોધપુર હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. અકસ્માત સમયે બસમાં મુસાફરો સહિત 25 જેટલા લોકો સવાર હતા. પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને 10 લોકોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Five people dead, several injured in collision between a passenger bus and a truck near Pachpadra in Rajasthan's Barmer district, say police
CM Ashok Gehlot directs District Collector regarding relief and rescue operations, asks him to ensure medical treatment for the injured pic.twitter.com/wLyd9ra0xt
— ANI (@ANI) November 10, 2021
જણાવવામાં આવી રહ્યું છે કે બસ બલોત્રાથી લગભગ 9.55 વાગ્યે નીકળી હતી. આ દરમિયાન હાઈવે પર ટેન્કર ટ્રેલર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જે બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગ એટલી વિકરાળ હતી કે થોડીવારમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો :નવાબ મલિકે ફોડ્યો દેવેન્દ્ર ફડણવીસ પર અંડરવર્લ્ડ અને નકલી નોટોનું હાઇડ્રોજન બોમ્બ…
ઘટનાની માહિતી મળતાં જ ડિવિઝનલ કમિશનર રાજેશ શર્મા, બાડમેર જિલ્લાના પ્રભારી મંત્રી સુખરામ બિશ્નોઈ, પચપદરાના ધારાસભ્ય મદન પ્રજાપત ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ મામલે સીએમ અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, “બાડમેરમાં બસ- ટેન્કર ટ્રેલર અકસ્માતના સંદર્ભમાં, બાડમેરના જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કર્યા બાદ અને રાહત અને બચાવ કામગીરીના નિર્દેશ આપ્યા હતા. ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવામાં આવશે.”
बाड़मेर में हुई बस-ट्रक दुर्घटना के संबंध में जिला कलेक्टर, बाड़मेर से फोन पर वार्ता कर राहत-बचाव कार्यों के संबंध में निर्देशित किया है। घायलों का बेहतर से बेहतर इलाज सुनिश्चित किया जाएगा।
— Ashok Gehlot (@ashokgehlot51) November 10, 2021
આ પણ વાંચો :આજે દેશમાં કોરોનાનાં નોંધાયા 11,466 નવા કેસ, 460 દર્દીઓનાં થયા મોત
આ પણ વાંચો :કાશ્મીરમાં આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગમાં એક વર્ષમાં આટલા નાગરિકોની કરી હત્યા…
આ પણ વાંચો :ઉત્તરપ્રદેશા નવ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો,તંત્ર એલર્ટ
