Not Set/ શહીદ ભગતસિંહની પુણ્યતિથિ પર દર વર્ષે 23 માર્ચે રજા જાહેર કરી

પંજાબ વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. સભાની કાર્યવાહી શરૂ થતાં જ સૌ પ્રથમ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

Top Stories India

પંજાબ વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. સભાની કાર્યવાહી શરૂ થતાં જ સૌ પ્રથમ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ ત્રણ મહિનાનું બજેટ નાણામંત્રી હરપાલ સિંહ ચીમા રજૂ કરશે. આ બજેટ 37 હજાર કરોડ નક્કી કરવામાં આવ્યું છે. વોટ ઓન એકાઉન્ટ બિલ પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.શહીદ ભગતસિંહની પુણ્યતિથિ પર હવે પંજાબમાં રજાની જાહેરાત નવા મુખ્યમંત્રીએ કરી છે.

આ વિધાનસભા સત્રમાં ભગવંત માને શહીદ ભગત સિંહના શહીદ દિવસ નિમિત્તે સમગ્ર પંજાબમાં રજા જાહેર કરી છે. ઉલ્લેખનીય છે  કે પહેલા આ રજા ફક્ત નવાશહેરમાં જ આપવામાં આવતી હતી. આ સાથે ભગવંત માન વિધાનસભામાં શહીદ ભગતસિંહ, ડો.આંબેડકર અને મહારાજા રણજીત સિંહની પ્રતિમાઓ સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શહીદોની આ પ્રતિમા વિધાનસભા સંકુલમાં સ્થાપિત કરવામાં આવશે.