વૈજ્ઞાનિકોનાં આંતરરાષ્ટ્રીય સમૂહે ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિગની અસરોને કારણે આ વર્ષે ગરમ પવન, ઉષ્ણકટિબંધીય તોફાન અને આગની ઘટનાઓ આ વખતે ગંભીર સ્વરૂપો લઈ શકે છે. લોકડાઉનને કારણે આ ઘટનાઓ વધુ જટિલ બની શકે છે કારણ કે તેને પહોંચી વળવા માટે યોગ્ય પ્રયાસો કરવામાં આવ્યા નથી. પરિણામે આ વર્ષ સૌથી ગરમ વર્ષ બની શકે છે.
ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ ડેવલોપમેન્ટનાં અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2020 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, સૌથી વધુ ગરમી ઉત્તર ગોળાર્ધમાં આવતા દેશોને અસર કરશે. ભારત અને બાંગ્લાદેશ સહિતનાં આ દેશોમાં લુ નો પ્રકોપ આવતા અઠવાડિયામાં તીવ્ર બનશે. ભારત, બાંગ્લાદેશને હાલમાં જ એક અમ્ફાન તોફાનનો સામનો કરવો પડ્યો છે જેના કારણે અનેક રાજ્યોમાં વિનાશ સર્જાયો છે.
અહેવાલ મુજબ, દક્ષિણ ગોળાર્ધ સહિત વિશ્વનાં અન્ય ભાગો પણ ભારે આબોહવાની ઘટનાઓનો સામનો કરી રહ્યા છે. પૂર્વ આફ્રિકાનાં ભાગોમાં ભારે વરસાદ બાદ વિનાશક પૂર અને ભૂસ્ખલનનો અનુભવ થઈ રહ્યો છે. આફ્રિકન દેશોથી લઈને ભારત સુધી, ઘણા ભાગો પર તીડ હુમલાનો શિકાર થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
