Not Set/ કચ્છ: કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે 27મી ઓગસ્ટે ગાંધીધામથી ટ્રેન રવાના થશે

કચ્છ કેરળમાં પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની મહત્વની બેઠક મળી હતી. જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઔદ્યોગિક એકમો અને એનજીઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઉદ્યોગો અને સંસ્થાઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા અપીલ કરાઈ હતી. કુદરતી આપત્તિમાં માનવતા દાખવવા દરેક આગળ આવીને બને […]

Top Stories Gujarat Others Trending
photo 19 કચ્છ: કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે 27મી ઓગસ્ટે ગાંધીધામથી ટ્રેન રવાના થશે

કચ્છ

કેરળમાં પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની મહત્વની બેઠક મળી હતી. જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઔદ્યોગિક એકમો અને એનજીઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઉદ્યોગો અને સંસ્થાઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા અપીલ કરાઈ હતી.

કુદરતી આપત્તિમાં માનવતા દાખવવા દરેક આગળ આવીને બને તેટલી વધુ મદદ કરે તેવુ જિલ્લા કલેકટરે જણાવ્યુ હતુ. રાહત ફંડમાં પોતાનું યોગદાન આપવા ઈચ્છુક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો કઈ રીતે કામગીરી કરી શકે તેનુ માર્ગ દર્શન આપવામાં આવ્યુ હતુ.

જેમા અનેક ઔદ્યોગિક એકમોએ ચીફ મિનીસ્ટર રીલિફ ફંડમાં રાહત મોકલીને પોતાની જવાબદારી અદા કરી છે અને કેટલીક સંસ્થાઓ તેમજ કંપનીઓ સ્થાનિક વહીવટી તંત્ર મારફતે મદદ મોકલાવવા બાહેધરી આપી છે. તો જીવન જરૂરી ચીજ વસ્તુઓ મોકલવાનું આયોજન પણ વહીવટી તંત્ર દ્વારા કરાયુ છે.

જેમા આગામી 27મી ઓગસ્ટે ગાંધીધામથી ટ્રેન મારફતે મદદ મોકલવામાં આવશે. જેમા અનાજની કીટ, દાળ-કઠોડ, તેલ, ખાંડ, મીઠુ-મરચું, દવાઓ, કપડા, તાલપત્રી સહિતની સામગ્રી મોકલવામાં આવશે. આ માટે પણ અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ અને લોકો પણ આગળ આવ્યા છે.

ત્યારે બેઠકને અંતે કલેકટર રેમ્યા મોહને મદદ કરનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બેઠકમાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.