Not Set/ હવામાન વિભાગે આપી હીટવેવની આગાહી, 26 એપ્રિલ રેડ એલર્ટ જાહેર

અમદાવાદ, ગુજરાતમાં આવનારા દિવસોમાં હીટવેવનાં માસ્ટરસ્ટ્રોકથી અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનનો પારો અંદાજે 40 ડીગ્રીને પણ આંબી શકે છે. દિવસ દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમી પડી રહી છે. લોકો આ ગરમીનાં કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગાંધીનગર સહિત ઘણા શહેરોમાં ગરમીનાં પ્રમાણમાં વધારો નોંધાઇ શકે તેવી પૂરી શક્યતાઓ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, […]

Ahmedabad Gujarat
heatwave12455 હવામાન વિભાગે આપી હીટવેવની આગાહી, 26 એપ્રિલ રેડ એલર્ટ જાહેર

અમદાવાદ,

ગુજરાતમાં આવનારા દિવસોમાં હીટવેવનાં માસ્ટરસ્ટ્રોકથી અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનનો પારો અંદાજે 40 ડીગ્રીને પણ આંબી શકે છે. દિવસ દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમી પડી રહી છે. લોકો આ ગરમીનાં કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગાંધીનગર સહિત ઘણા શહેરોમાં ગરમીનાં પ્રમાણમાં વધારો નોંધાઇ શકે તેવી પૂરી શક્યતાઓ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ઉત્તર પશ્ચિમની દિશાએથી પવન ફૂંકાતા 26 થી 28 એપ્રિલ સુધી હીટવેવ રહેશે. સાથે આજે અમદાવાદને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયુ છે અને આગામી 26 એપ્રિલનાં રોજ રેડ એલર્ટની પણ આગાહી છે. ગાંધીનગર સહિતનાં અન્ય શહેરોમાં પણ ગરમ પવન ફૂંકાઇ શકે છે.

ગુજરાતમાં ભારે ગરમીનાં કારણે લોકો પરેશાન થઇ ગયા છે. લોકો પરસેવાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે પણ લોકોની પરેશાનીમાં વધારો થાય તેવી આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે આવતી 26 થી 28 એપ્રિલનાં રોજ હિટવેવની આગાહી કરી છે. જેમા ખાસ અમદાવાદ શહેરની વાત કરીએ  તો અહી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયુ છે સાથે 26 એપ્રિલનાં રોજ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયુ છે. ગરમીનાં પ્રકોપથી લોકો દિવસનાં 11 વાગ્યા બાદ ઘરની બહાર નિકળવાનું ટાળે છે. આવનારા દિવસોમાં ગરમી 44 ડીગ્રીને પાર થઇ શકે તેવી પૂરી શક્યતાઓ વર્તાઇ રહી છે.