લોકોના વધામણા/ ‘મંતવ્ય ન્યૂઝ’નાં મહાઅભિયાનની પહેલને રાજયભરમાં ભવ્ય પ્રતિસાદ : ‘મંતવ્ય સાયક્લોથોન’માં જોડાયા હજારો લોકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયેલી આ પહેલમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંગદાન મહાદાન અભિયાનની મંતવ્ય ન્યૂઝ અને ફાઉન્ડેશનની હાકલને ઝીલી લીધી હતી.

Mantavya Exclusive
મંતવ્ય સાયક્લોથોન

મંતવ્ય ન્યૂઝ દ્વારા અંગદાન મહાદાન અભિયાન હેઠળ આજે રાજ્યભરમાં મંતવ્ય સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયાક્લોથોનને રાજયભરમાં લોકોએ વધાવી લીધું છે અને દરેક જીલ્લામાં જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. લોકો વહેલી સવારથી જ નક્કી કરાયેલા સ્થળ ઉપર સાયકલ ચલાવવા માટે પહોચી ગયા હતા. તો કેટલાક શહેરોમાં સાયકલ ચલાવવાની સાથે ઝુમ્બા ડાન્સ કરવામાં આવ્યો તો કોઈ સ્થળે ગરબા ગાતા લોકો જોવા મળ્યા હતા. મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયેલી આ પહેલમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંગદાન મહાદાન અભિયાનની મંતવ્ય ન્યૂઝ અને ફાઉન્ડેશનની હાકલને ઝીલી લીધી હતી.

કોઈ ન્યૂઝચેનલ ઉદ્દાત સામાજિક હેતુને લઈને આ રીતે સાયક્લોથોન યોજતા હોય તેવી પહેલી ઘટના છે. જેને લોકો બહોળો પ્રતિસાદ મળ્યો છે. રાજ્યભરમાં વિવિધ સ્થળે તેમજ મંતવ્ય ન્યૂઝ અને ફાઉન્ડેશનની હેડ ઓફિસ એવા અમદાવાદમાં  રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયભરમાં યોજાયેલ મંતવ્ય સાયાક્લોથોનમાં વિવિધ સ્થળો ઉપર નિશ્ચિત કરાયેલા સ્થળ પર સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા લીલી ઝંડી બતાવીને સાયકલ ચાલકોએ સાયકલ ચલાવવાની શરૂઆત કરી હતી.

જાણો ક્યા જીલ્લામાં કેવો રહ્યો મંતવ્ય સાયકલોથોનને પ્રતિસાદ

અમદાવાદ

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે યોજાયેલા મંતવ્ય સાયકલોથોનમાં કેબીનેટ મિનિસ્ટર શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શ્રી ઋષિકેશ પટેલ, શ્રી CP સંજય શ્રીવાસ્તવ, શ્રી JCP, ટ્રાફિક મયંકસિંહ ચાવડા, મંતવ્ય ન્યૂઝનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, મેનેજીંગ ડિરેકટર શ્રી રાકેશભાઈ પટેલ, GTPL એમડી

શ્રી કનકસિંહ રાણા, મેનેજીંગ ડિરેકટર ડો.સુરેશ પટેલ, એડિટર ઈન ચીફ શ્રી લોકેશ કુમાર, એસોસિએટ એડિટર શ્રી પ્રફુલ ત્રિવેદી, શ્રી અર્જુનભાઈ પટેલ ડાયરેકટર, સાહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને શહેરભરમાં નક્કી કરેલા રૂટમાં સાયકલ ચલાવી અંગદાન માટે પ્રેરણા મેળવી હતી.

વડોદરા જિલ્લામાં  મંતવ્ય ન્યૂઝની મહામુહિમ અંગદાન અંગેનો સંદેશ ફેલાવવા સાયક્લોથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોન યાત્રાનું કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો અને અંગદાન અંગે જાગૃતતા ફેલાવવા વડોદરા જિલ્લાના નાગરિકોએ પ્રયાસ કર્યો હતો.

રાજકોટમાં મંતવ્ય ન્યૂઝની મેગા સાયક્લોથોનનું આયોજન કરાયું. રેસકોર્સથી આ સાયક્લોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો. મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે સાયક્લોથોનનો પ્રારંભ કરાયો. મહિલા ચોક, કોટેચા ચોક, યુનિવર્સિટી રોડ, માધાપર ચોક, સાંઢિયા પુલ થઈને સાયક્લોથ ફરી રેસકોર્સ ખાતે પહોંચી હતી અને ત્યાં સાયકલ રેલીનું સમાપન કરવામાં આવ્યું.

રાજધાની ગાંધીનગરમાં પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું…આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રીશ્રી ઘવજી પટેલ, ધારાસભ્ય કોંગ્રેસ સી.જે.ચાવડા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા અને લીલી ઝંડી આપી સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું.

દ્વારકામાં મંતવ્ય ન્યૂઝની મેગા સાયક્લોથોનનું આયોજન કરાયું. આ સાયકલ યાત્રામાં દ્વારકાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સાયકલ યાત્રા દ્વારા લોકોમાં અંગદાન વિશે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે ભાજપ જીલ્લા મહામંત્રી મયુરભાઈ ગઢવી, વેદાંતા સેસા કોક કંપનીનાં અખિલભાઈ જૈન અને ધર્મવીરસિંઘ, નગરપાલિકા પ્રમુખ જગુભાઈ રાયચુરા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જીલ્લા ભાજપ મીડિયા કન્વીનર હિતેન્દ્રભાઈ આચાર્ય, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્નનગર મંતવ્ય ન્યૂઝની મેગા સાયક્લોથોનનું આયોજન કરાયું. આ સાયકલ યાત્રામાં સુરેન્દ્રનગરનાં નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સાયકલ યાત્રા દ્વારા લોકોમાં અંગદાન વિશે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે ઝાલાવાડ ફેડરેશનનાં કિશોરસિંહ રાણા, શક્સતિ મંદિરનાં પ્હિરમુખ પ્તરતિકસિંહ રાણા, ડો.રૂદ્નદતસિંહ ઝાલા  ઉપસ્થિત રહ્યા હતા.

નવસારીમાં મંતવ્ય સાયકલોથોનનો માહોલ અલગ જ જોવા મળ્યો હતો. નવસારી સાયકોલથન આયોજન ફ્લેગ ઓન નવસારી નગરપાલિકા પ્રમુખ જીગીશ શાહ, નવસારી જિલ્લા કલકેટર, નવસારી ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ભૂરાલાલ શાહ, નવસારી જિલ્લા ડી વાય એસ પી એસ કે રાય દ્વારા કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝની મહામુહિમ અંગદાન અંગે જાગૃતતા ફેલાવા માટે આજે પાટણના રાધનપુરમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયક્લોથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાયક્લોથોન યાત્રાને પૂર્વ હેલ્થ મિનિસ્ટર અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા સાયકલ ચલાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાના નાગરિકો જોડાયા હતા.

મંતવ્ય ન્યૂઝની મહામુહિમ અંગદાન અંગે જાગૃતતા ફેલાવા માટે આજે બનાસકાંઠાના પાલનપુરમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયક્લોથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોન યાત્રાને સામાજિક કાર્યકર ર્ડો. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાના નાગરિકો જોડાયા હતા.

મંતવ્ય ન્યૂઝનું મહાઅભિયાન યોજાયું હતું. ગુજરાતના તમમાં જિલ્લામાં મેગા સાયક્લોથોનનું આયોજન કરાયું હતું.
તાપી જિલ્લામાં કલેક્ટર એચ.કે. વઢવાણિયા અને એસપી રાહુલ પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત મંતવ્ય સાયકલોથોનનું મોરબી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ઇન્ચાર્જ કલેકટર D. A. ઝાલા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી નગરપાલિકા પ્રમુખ K. K. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી સિરામિક એસોસિયેશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા તેમજ અંબારામભાઈ કવાડીયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા યોજાયેલ સાયકલોથોનને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે વિશ્વ સાયકલીંગ દિવસ નિમિત્તે અંગદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા મંતવ્ય ન્યૂઝ દ્વારા વિશેષ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ધંધુકા શહેરના અવાડા ચોક ખાતેથી ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ ધંધુકા નગરપાલિકા પ્રમુખ હર્ષદભાઈ ચાવડા સહિત વેપારી અગ્રણી રાજુભાઈ ઠક્કર, ભાજપ અને કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો તેમજ ગામના યુવાનો બાળકોએ100 થી પણ વધુ સાયકલો સાથે ભવ્ય સાયકલ રેલી યોજી હતી. જેમાં અવાડા ચોકથી રેલીનું ફ્લેગ માર્ચ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

સાબરકાંઠા જીલ્લાનું હિંમતનગર પણ સાયક્લોથોનમાં મોખરે રહ્યું હતું. મંતવ્ય ન્યૂઝ દ્વારા ગુજરાતમાં આજે ઈતિહાસ સર્જાયો હતો. અંગદાન મહાદાનનાં પુનિત વિચાર સાથે ગુજરાત આખામાં મંતવ્ય ન્યૂઝ દ્વારા મેગા સયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ સાયકલ દિવસે આજે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વહેલી સવાર થી જ સાઈક્લીસ્ટોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં સાબરકાંઠા જીલ્લાનું હિંમતનગર પણ મોખરે રહ્યું હતું. આ સાયક્લોથોનનું આયોજન હિંમતનગર શહેરનાં મહાવીરનગર ચાર રસ્તાથી મહેતાપુરાથી સિવિલ સર્કલ થી ટાવર રોડથી બ્રિજ ચડીને મહાવીરનગર ચાર રસ્તા પાસે કરવામાં આવ્યું હતું, જેને પાલિકા પ્રમુખ યતીનીબેન મોદી અને જીલ્લા આરોગ્ય અધિકારી રાજેશ પટેલે લીલીઝંડી બતાવી હતી. આમ સાયક્લોથોનનો આ નવતર પ્રયોગ હિંમતનગરમાં પણ ખૂબ સફળ રહ્યો.

મંતવ્ય ન્યૂઝની મહામુહિમ અંગદાન અંગે જાગૃતતા ફેલાવા માટે આજે બનાસકાંઠાના પાલનપુરમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયક્લોથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોન યાત્રાને સામાજિક કાર્યકર ર્ડો. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાના નાગરિકો જોડાયા હતા.