Crazy Rain/ ગાંડોતુર વરસાદ : સમસ્યા સોશિયલ મીડિયાની નજરે !

અમદાવાદમા પડેલા ધોધમાર વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. લોકોના ઘરોમાં અને ભોયરાઓમાં  ઘૂસી ગયેલા પાણીએ ઘરવખરી  અને વાહનોની દશા બગાડી નાખી છે.  જ્યાં આભ ફટયું હોય ત્યાં થીગડા કયા મારવાની દ્વિઘામાં અટવાતા તંત્રને લોકો ખરીખોટી સંભળાવી રહ્યા છે. પણ બિચારાએ પણ શું કરે, કુદરત સામે તેમનો કેટલો પનો !

Mantavya Exclusive
અમદાવાદમા પડેલા ધોધમાર વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. લોકોના ઘરોમાં અને ભોંયરાઓમાં  ઘૂસી ગયેલા પાણીએ ઘરવખરી  અને વાહનોની ભોંયરામાં

@પ્રફુલ્લ ત્રિવેદી

અમદાવાદમા વરસેલા ગાંડાતુર પાલડીમાં 18 ઇંચ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં 16 ઇંચ, અને સરેરાશ 10 ઇંચ વરસાદે ભારે તબાહી વેરી છે. લોકોના ઘરોમાં અને પાર્કિંગના ભોંયરામાં પાણી ઘૂસી ગયા હતા. રોડ પર અનેક વાહનો ખોટકાયા હતા. લોકો માંડ માંડ જીવ બચાવીને મોડી રાતના ઘરે પહોચ્યા હતા. ભુવામાં કાર ઉતરી ગયાના, ઝાડ નીચે દબાઈ ગયાના, રોડ ડિવાઇડર પર કાર ચઢી ગયાના,વિડીયો વાઇરલ થયા. લોકો વાદળ ફાટતાં ત્રાહિમામ પોકારી ગયા. કેટલાક મ્યુનિ. કર્મચારીઓની રોડ પર ચાલુ વરસાદે ચાલી રહેલી કામગીરીને બિરદાવતા હતા. કેટલાક મ્યુનિ.ના રેઢિયાળ તંત્રની ભૂલો શોધી માછલાં ધોતા હતા. આ બધા વચ્ચે એકત્રીજોવર્ગ પણ હતો. જે સોશિયલ મીડિયામાં હળવાશભરી ભાષામાં તંત્રને ચોટીયા ભરતો હતો, માર્મિક ચાબુક પણ ફટકારતો હતો. આ રહ્યા તેના કેટલાક નમૂના…

“તરણાબાદ ” મુનસિટાપલીની

મહેરબાનીથી… 600 ચોરસ

કીલોમીટરનો વ્યાપ ધરાવતો

અમદાવાદ ઇન્ટરનેશનલ  સ્વિમિંગપુલ

2036ની ઓલમ્પિકની તરણ

સ્પર્ધા માટે આજથી જ તૈયાર છે !

*****

અમદાવાદમાં ખરેખર આ સમયે

ભાજપના નેતાઓએ રોડ શો કરવો

જોઇએ, જેથી તેમણે કેટલો વિકાસ

કર્યો છે, તેની તેમને અને ભક્તોને નજીકથી જાણ થાય !

*****

વરસાદના રવાડે ચઢીને …. શહેર

આખું (ભજીયા )ના ગોટે ચડ્યું,

****

વાંક તો કોંગ્રેસનાં શાસનમાં

બનેલી સાંકડી ગટરોનો  જ છે.

બાકી અમે તો નાનામોટા

અસંખ્ય  હોડકા વાસવી રાખ્યા છે !

*****

એને કયા જનમના વેર હશે એની

તો ખબર નથી પણ

દર વર્ષે ચોમાસામાં પેલી નાનકડી

ટિટોડી…. શાસકોની અને તંત્રની

રહીસહી આબરૂના લીરેલીરા

જરૂર ઉડાડે છે

*****

શહેર આખામાં પાણી ભરાવા માટે

ગુટકા, પાન , મસાલા ખનારાઓનો

અને તેમણે મસાલા મસળીને ફેંકેલા

પ્લાસ્ટિકના ટુકડાઓનો જરાય વાંક

નહીં કાઢતા

એ બિચારા તો રાત -દિવસની પરવા

કર્યા વગર, પોતાની જાતની પણ પરવા કર્યા વગર દેશની

આર્થિક પ્રવૃતિને વેગ આપવા

હરહમેશા તત્પર હોય છે