Mantvya Vishesh/ ‘બહાદુર’ PM ; લાલ બહાદુર શાસ્ત્રીના વડાપ્રધાન બનવાની કહાની, જાણો તેમની સાથે જોડાયેલા કિસ્સાઓ

તો શાસ્ત્રીજીના રૂમ વિશે, કુલદીપ નય્યરે લખ્યું છે કે તેમના સ્લીપરને કાર્પેટેડ ફ્લોર પર સરસ રીતે પહેર્યા વગર રાખવામાં આવ્યાં હતા,

Mantavya Vishesh Mantavya Exclusive
Beginners guide to 2024 03 18T184937.314 'બહાદુર' PM ; લાલ બહાદુર શાસ્ત્રીના વડાપ્રધાન બનવાની કહાની, જાણો તેમની સાથે જોડાયેલા કિસ્સાઓ
  • લાલ બહાદુર શાસ્ત્રીના વડાપ્રધાન બનવાની કહાની
  • નેહરુનું નિધન…હાથમાં કોણ લેશે તેમની મશાલ?
  • ઈન્દિરા ગાંધીએ કહ્યું, શાસ્ત્રીજી તમે દેશ સંભાળો

પાકિસ્તાન સાથે સમજૂતીની રાત્રે થયું મોત..આજ સુધી રહસ્ય

27 મે 1964ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું અવસાન થયું હતું….અને દેશ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે નેહરુ પછી કોણ? અમેરિકન પત્રકાર અને લેખક વેલ્સ હેંગેન તેમના પુસ્તક ‘ આફ્ટર નેહરુ હૂ’માં લખે છે કે તે સમયે પીએમ પદની રેસમાં મોરારજી દેસાઈ સૌથી આગળ હતા…આ સિવાય વીકે કૃષ્ણ મેનન, લાલ બહાદુર શાસ્ત્રી, વાયબી ચવ્હાણ, ઈન્દિરા ગાંધી, જયપ્રકાશ નારાયણ, એસ કે પાટીલ અને બ્રજમોહન કૌલના નામ પણ ચર્ચામાં હતા…. પીએમ કેવી રીતે પસંદ કરવા- કોંગ્રેસમાં કોઈ પરંપરાગત પદ્ધતિ નહોતી… તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ કે. કામરાજ ભારતના આગામી વડાપ્રધાનની પસંદગી કરવા માટે સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા….તો લાલ બહાદુર શાસ્ત્રી સાથે લાંબા સમય સુધી કામ કરી ચૂકેલા સીપી શ્રીવાસ્તવ પોતાના પુસ્તક ‘લાલ બહાદુર શાસ્ત્રીઃ એ લાઇફ ઓફ ટુથ ઇન પોલિટિક્સ’માં લખે છે કે કોંગ્રેસના વામપંથીઓ ઇચ્છતા હતા કે નવા વડાપ્રધાન માટેની ચૂંટણીને થોડા દિવસ માટે ટાળી દેવી જોઈએ, કેમ કે નેહરુના નિધનથી લોકો ખૂબ જ દુઃખી હતા….બીજી તરફ કોંગ્રેસના વામપંથી નેતા ઇચ્છતા હતા કે ગુલઝારીલાલ જ પીએમ રહે…ત્યારે આ સલાહને કોંગ્રેસ-અધ્યક્ષ કામરાજે નકારી હતી…અને તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો શરૂ કરી દીધી… 28 મે 1964ના રોજ કામરાજે વરિષ્ઠ નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી… 30 મે 1964ના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ…. એમાં નક્કી કરવામાં આવ્યું કે સંસદીય નેતાની પસંદગી કયા દિવસે થશે?

આ દિવસે 18 ઓબીસી અને એસસી સાંસદોએ પીએમ પદ માટે જગજીવન રામનું નામ આગળ કર્યું, પરંતુ વધારે સમર્થન ન મળવાના કારણે એક દિવસમાં જ આ પ્રસ્તાવ હટી ગયો….અને પીએમ પદ માટે મોરારજી દેસાઈ અને લાલ બહાદુર શાસ્ત્રીનાં નામ જ આગળ રહેતાં હતાં….જ્યારે પત્રકારોએ મોરારજી દેસાઈને પૂછ્યું કે તમે પીએમ બનવા જઈ રહ્યા છો, તો તેમણે કહ્યું કે જો જનતા ઇચ્છે છે તો હું એના માટે ચૂંટણી પણ લડવા તૈયાર છું….. જોકે સર્વસંમતિથી પાર્ટીમાં એકમત થાય એવી કોશિશ થાય….જ્યારે આ જ વાત કોંગ્રેસ-અધ્યક્ષ કામરાજને પત્રકારોએ પૂછ્યું તો તેમણે કહ્યું કે તમે કાલ સુધી રાહ જુઓ… કોંગ્રેસ વર્કિંગ કમિટી જ એનો નિર્ણય કરશે. પરંતું મોડી સાંજે કામરાજે મોરારજીને ફોન કરીને લાંબી વાત કરી ત્યારે  કન્ફર્મ થઈ ગયું કે તેઓ જ પીએમ હશે….

‘લાલ બહાદુર શાસ્ત્રીઃ એ લાઇફ ઓફ ટુથ ઇન પોલિટિક્સ’માં લખવામાં આવ્યું છે કે પીએમ પદ બપોરે જ નક્કી થઈ ગયું હતું. જ્યારે ઇન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે મુલાકાત થઈ હતી… પોતાની સ્થિતિ શું છે એ જાણવા માટે શાસ્ત્રીને ઇન્દિરાએ કહ્યું કે તમે કેમ ચૂંટણી નથી લડતા?  ત્યારે ઇન્દિરાએ કહ્યું કે હું હાલ પિતાના શોકમાં છું. આ સમયે પીએમ પદની ચૂંટણી વિશે વિચારી પણ શકતી નથી. હવે તમે જ દેશ સંભાળો….

1 જૂન, 1964ના રોજ મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ કામરાજ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બધા સ્વીકારશે….. અને 2 જૂનના રોજ કાર્યકારી પીએમ ગુલઝારીલાલ નંદાએ વડાપ્રધાન પદ માટે શાસ્ત્રીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો…ત્યારે હવે મોરારજી દેસાઈ પાસે સંમત થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો…આ રીતે શાસ્ત્રી બિનહરીફ વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને 9 જૂન 1964ના રોજ દેશના બીજા વડાપ્રધાન તરીકે શપથ લીધા.

હવે આપને શાસ્ત્રીજી સાથે સંકળાયેલા કેટલાક કિસ્સાઓની વાત જણાવીએ….  શાસ્ત્રીજીના નાના દીકરા સુનીલ શાસ્ત્રીએ એક વાર તેમની સરકારી ગાડી ચલાવી હતી… તો તેના રૂપિયા શાસ્ત્રીએ પોતાના ખિસ્સામાંથી ભર્યા હતા….તો 1965ના યુદ્ધમાં જ્યારે પાકિસ્તાનની હાર થવા લાગી ત્યારે તેણે અમેરિકામાં આશરો લીધો હતો…. તે સમયે ભારત ઘઉંના ઉત્પાદનમાં આત્મનિર્ભર ન હતું… અને દુષ્કાળને કારણે આપણે અમેરિકાથી અનાજ આયાત કરવું પડ્યું… ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ લિન્ડન બી. જોન્સને શાસ્ત્રીજીને ઘઉંનો પુરવઠો રોકવાની ધમકી આપી હતી….. લાલ બહાદુર શાસ્ત્રીના મોટા પુત્ર અનિલ શાસ્ત્રી કહે છે કે, ‘શાસ્ત્રીજીને આ ધમકીથી ઘણું ખરાબ લાગ્યું. તેમણે વસ્તુઓની ગણતરી કરી અને આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે જો દેશના લોકો અઠવાડિયામાં એક વખત ભોજન નહીં કરે તો અન્નની સમસ્યા સુધરી જશે…ત્યારે આ નિર્ણય લેતાં પહેલાં તેમણે અમ્મા એટલે કે લલિતા શાસ્ત્રીને ફોન કર્યો હતો. તેમણે પૂછ્યું કે, જો આજે સાંજે આપણા ઘરમાં ભોજન ન બને તો શું તકલીફ થશે? ત્યારે અમ્માએ કહ્યું, કોઈ તકલીફ નહીં થાય.. તેમણે કહ્યું કે હું જોવા માંગુ છું કે મારા બાળકો થોડા સમય માટે ઉપવાસ કરીને ભૂખ્યા રહી શકે છે કે નહીં…આમ સાંજે રસોઈ બની નહોતી.. અને અમે બધાએ ઉપવાસ કર્યો હતો…આ પછી બીજા દિવસે બાબુજીએ દેશવાસીઓને પૂછ્યું કે શું તેઓ દેશના હિતમાં અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરી શકે છે? આ પહેલીવાર હતું જ્યારે કોઈ વડાપ્રધાને પોતાના લોકોને ભૂખ્યા રહેવાની અપીલ કરી હતી અને સમગ્ર દેશે તેનો સ્વીકાર કર્યો હતો. આ પછી ઓગસ્ટ 1965માં દશેરાના દિવસે લાલ બહાદુર શાસ્ત્રીએ દિલ્હીના રામલીલા મેદાનમાં પહેલીવાર જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો……

1966 માં સોવિયત સંઘે  કરાર માટે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ જનરલ અયુબ ખાનને તાશ્કંદ બોલાવ્યા હતા. અનિલ શાસ્ત્રી અને પવન ચૌધરી તેમના પુસ્તક ‘લાલ બહાદુર શાસ્ત્રીઃ લેસન ઇન લીડરશિપ’માં લખે છે કે 3 જાન્યુઆરી 1966ના રોજ જ્યારે શાસ્ત્રી અયુબ ખાનને મળવા માટે નીકળ્યા ત્યારે ખૂબ જ ઠંડી હતી…. ત્યારે તાશ્કંદની ઠંડીનો સામનો કરવા માટે તેમણે પોતાનો ખાદીનો વૂલન કોટ પોતાની સાથે લીધો હતો.,,, શાસ્ત્રીજીને આ કોટમાં જોઈને રશિયાના વડાપ્રધાન એલેક્સી કોસિગિનને લાગ્યું કે આ કોટ તાશ્કંદના શિયાળા માટે પૂરતો નથી… આ કારણથી તેમણે શાસ્ત્રીજી માટે હોટ કોર્ટ મોકલ્યો….કોસિગિનને આશા હતી કે શાસ્ત્રી તેમના આદર માટે આપેલો કોટ પહેરશે, પરંતુ બીજા દિવસે શાસ્ત્રીએ ફરીથી એ જ ખાદીનો કોટ પહેર્યો….ત્યારે કોસિગિને ખચકાટ સાથે પૂછ્યું કે પ્રધાનમંત્રીજી, તમને તે કોટ પસંદ ન આવ્યો? શાસ્ત્રીએ કહ્યું- મેં તે મારા એક સ્ટાફ મેમ્બરને ઉધાર આપ્યો છે. આવા સખત શિયાળામાં તેની પાસે પહેરવા માટે કોટ નહોતો. ઠંડા દેશોની મારી ભાવિ યાત્રાઓ દરમિયાન હું ચોક્કસપણે તમારી ભેટનો ઉપયોગ કરીશ.

ત્યારબાદ 10 જાન્યુઆરીના રોજ બપોરે તાશ્કંદમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પછી સોવિયત સંઘે હોટલ તાશ્કંદમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. શાસ્ત્રીજી થોડો સમય ત્યાં રહ્યા અને પછી લગભગ 10 વાગ્યાની આસપાસ તેમના ત્રણ સહાયકો સાથે તેમના રૂમમાં પાછા ફર્યા… શાસ્ત્રીજી ભોજન કરી રહ્યા હતા ત્યારે ફોન રણક્યો…. અને ફોન પર દિલ્હીથી તેમના અન્ય સહાયક વેંકટરામન હતા…. ફોન પર એવું જાણવા મળ્યું હતું કે ઘણા પક્ષોએ પાકિસ્તાન સાથેના તેમના કરારની ટીકા કરી છે… ત્યારે શાસ્ત્રીજી ચિંતિત થઈ ગયા…તેમના પુત્ર અનિલ શાસ્ત્રી કહે છે, ‘તે રાત્રે ભારતીય અખબારો કાબુલ મોકલ વામાં આવ્યા… ત્યાં સુધી તેમની વાણી અને તબિયતમાં કોઈ ફરિયાદ ન હતો…. મતલબ કે તે જાણવા માગતા હતા કે દેશમાં તેના નિર્ણયની શું અસર થઈ….

કુલદીપ નય્યર પોતાના પુસ્તકમાં લખે છે કે બીજા દિવસે તેને અફઘાનિસ્તાન જવાનું હતું, જેના માટે પેકિંગ ચાલી રહ્યું હતું. …તાશ્કંદના સમય પ્રમાણે રાત્રે 1:30 વાગ્યે જગન્નાથ સહાય દ્વારા શાસ્ત્રીજીને લોબીમાં સ્તબ્ધ થતા જોવા મળ્યા. તે કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બહુ મુશ્કેલીથી કહ્યું, ‘ક્યાં છે ડોક્ટર સાહેબ?’…શાસ્ત્રીજીના ડૉક્ટર આરએન ચુગ એ રૂમમાં સૂતા હતા જ્યાં પેકિંગ થઈ રહ્યું હતું….ત્યારે શાસ્ત્રીજીએ તેમના હૃદય પાસે હાથ મૂક્યો અને પછી બેભાન થઈ ગયા….પર્સનલ ડૉક્ટર આર એન ચુગે તેમની નાડી તપાસી અને તેમના મૃત્યુની પુષ્ટિ કરી…. મન રાખવા માટે રશિયાના ડોક્ટરોને પણ બોલાવવામાં આવ્યા હતા…અને ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું, છતાં કોઈ હલચલ ન થઈ.

તો શાસ્ત્રીજીના રૂમ વિશે, કુલદીપ નય્યરે લખ્યું છે કે તેમના સ્લીપરને કાર્પેટેડ ફ્લોર પર સરસ રીતે પહેર્યા વગર રાખવામાં આવ્યાં હતા, ડ્રેસિંગ ટેબલ પર થર્મોસ ઊંધું પડેલું હતું…જાણે તેને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગ્યું… સામાન્ય રીતે હોય તેવા રૂમમાં કોઈ એલાર્મ કે બઝર નહોતું… રૂમમાં ત્રણ ફોન હતા, પણ ત્રણેય બેડથી દૂર હતા…થોડી વાર પછી ત્રિરંગો ધ્વજ આવ્યો અને શાસ્ત્રીજીને ઢાંકી દેવામાં આવ્યા…. જે બાદ તસવીર લેવામાં આવી હતી…અને બીજા દિવસે મૃતદેહ ભારત લાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ શાસ્ત્રીજીના મૃત્યુની તપાસનો મામલો સામે આવતો રહ્યો…. તત્કાલીન સરકારે પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું ન હતું… 1977માં જનતા પાર્ટીની સરકાર આવી… તપાસ માટે કમિટી બનાવવામાં આવી હતી… સૌથી પહેલા તેમના અંગત ડૉક્ટર આરએન ચુગને પૂછપરછ માટે બોલાવવાના હતા, પરંતુ તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી…. અને આ અકસ્માતમાં ડોક્ટર ચુગનું અવસાન થયું અને તેમની પુત્રી જીવનભર અપંગ બની ગઈ…. એમના સહાયક રામનાથ સાથે પણ એવું જ થયું…. તે એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી…. આ કમિટીના રિપોર્ટની હાલત પણ કફોડી થઈ ગઈ છે અને આજદિન સુધી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી….

લાલ બહાદુર શાસ્ત્રીના વડાપ્રધાન બનવાની કહાની અને એની સાથે જોડાયેલા કિસ્સામાં હાલ આટલું જ…. હવે બીજાં મંતવ્ય વિશેષમાં જાણો  ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન બનવાની કહાની….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઇલેક્ટોરલ બોન્ડ, ખુલ્લેઆમ કરાતી વસૂલીઃ કોંગ્રેસનો આરોપ

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…