સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડ રાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાને ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા એક લેખિત પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ છે કે આવનાર પૂનમ સુધી રોડ રસ્તાનું કામકાજ વહેલી તકે પૂર્ણ કરવા માટે તાકીદ કરેલ છે.
ડાકોર ખાતે છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ રોડ રસ્તનું કામ ચાલી રહ્યું છે જેને કારણે આવનાર યાત્રિકોને દર્શના માટે તકલીફો ઉઠાવવી પડે છે. મંદિરના મુખ્ય દ્વાર પર કોંક્રેટ સિમેન્ટના ઢગલા છેલ્લા ઘણા સમયથી પડ્યા છે. પાણીના ખાબોચિયા ભરાયેલા છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા આ કામની રીતે પૂર્ણ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કે વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાંથી જાગતું નથી. આ બાબતે નગરપાલિકા આર.એન.બી શાખાને પણ જાણ કરેલ છે. આવનાર પૂનમના દિવસે યાત્રિકોનું ઘોડાપૂર આવતું હોય છે. સમસ્ત ગુજરાતમાંથી પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ રણછોડજીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે તેમને અગવડ ન પડે તે હેતુથી ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા તથા વહીવટીતંત્ર અને એક પત્ર લખી રોડ રસ્તાનું કામ પૂર્ણિમાં પહેલા રાત-દિવસ એક કરીને પૂર્ણ કરવા માટે એક પત્ર લેખિત આપવામાં આવ્યો છે.
ડાકોર મંદિરના મુખ્ય દ્વાર પર રસ્તાનું કામકાજ ચાલતો હોવાને કારણે યાત્રિકો ગોમતી નદી સ્નાન કરવા પણ જે શકતા ન હોવાને કારણે મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવે છે અને આ કાચબા ગતિએ ચાલતું કામ પણ ક્યારે પૂર્ણ થશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે ગઈકાલે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ઠાસરા પ્રાંત અધિકારી અને મામલતદારને પણ પત્ર લખી આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. મંદિરની નજીક ધીમી ગતીએ ચાલી રહેલ રોડની કામગીરીને લઈ પત્ર લખતા મંદિરના ટ્રસ્ટીએ પણ આ બાબતે મીડિયા સમક્ષ ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર રસ્તા બાબતે નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે ત્યારે નાછૂટકે પત્ર લખી વહીવટીતંત્રને જણાવવામાં આવ્યું છે. વધુમાં ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મંગળવારે જેઠ સુદ પૂનમ(જેષ્ઠાભીક સ્નાન) હોવાથી કામગીરી વહેલી પૂર્ણ કરવા તાકીદ આપી છે. આરસીસી રોડની ધીમી ગતિને કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે જ ઉબડખાબડ રોડથી શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિકો મુશ્કેલીમાં પડી જાય છે. રોડની ચાલી રહેલી કામગીરી પૂનમ પહેલા પૂર્ણ કરી દેવા તાકીદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૦દિવસ થી ડાકોર નગરપાલીકા તંત્ર તરફથી બનતા રોડ રસ્તા મંથર ગતિથી ચાલતા ભાવિક ભક્તો ગામનાં રહિશો તેમજ ડાકોર ટેમ્પલ કમિટી રોષે ભરાઈ. અને આખરે તંત્રને પત્ર લખી જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : દિલ્હીમાં આજે પડી શકે છે હળવો વરસાદ, સપ્તાહના અંતે તાપમાન ઘટશે