Accident/ વડોદરામાં સાયકલ ચાલક મહિલા – ડીસામાં બાઇક ચાલક યુવાનનાં અકસ્માતમાં મોત

ફરી એક રોડ અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યાનાં સમાચાર સામે આવી રહ્યા છે. આમ તો કહી શકાય કે, ગુજરાતમાં ઝુઝ નોંધવામાં આવતો હશે કોઇ એવો દિવસ કે જે દિવસે ગુજરાતનાં રોડ રક્ત રંજીત ન થાય હોય.

Gujarat Others
accident વડોદરામાં સાયકલ ચાલક મહિલા - ડીસામાં બાઇક ચાલક યુવાનનાં અકસ્માતમાં મોત

ફરી એક રોડ અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યાનાં સમાચાર સામે આવી રહ્યા છે. આમ તો કહી શકાય કે, ગુજરાતમાં ઝુઝ નોંધવામાં આવતો હશે કોઇ એવો દિવસ કે જે દિવસે ગુજરાતનાં રોડ રક્ત રંજીત ન થાય હોય. ગુજરાતમાં અકસ્માતે મરણજનારની સંખ્યા અધધધ છે. રોડ રક્ત રંજનની પરંપરા આજે પણ ગુજરાતે જાળવી રાખી છે અને બે જુદા જુદા શહેરોમાં સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિએ પોતાનો જીવ ખોયો છે.

વડોદરાના વુડા સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. એક ડમ્પર ચાલકે સાયકલ સવાર મહિલાને અડફેટે લીધાની અકસ્માતી ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું. ભરચક રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં મહિલાની ચીચીયારીએ સમગ્ર વિસ્તારમાં શોક સાથે રોષ ભરી દીધો હતો. ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યાને કારણે
અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. શહેરની કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી અને તપાસની ડોર સંભાળી છે.

ડીસા બનાસનદીના પુલ પાસે પણ અકસ્માત સર્જાયો હતો અને એક યુવાનને પોતાનો જીવ ગુમાવ્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે ડીસા બનાસનદીના પુલ પાસે એક અજાણ્યા વાહને બાઇકને અહફેટે લીધાનાં કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બાઇક ચાલક યુવાન માળી સમાજનો હોય અને વાહન ચાલક ટક્કર મારી પલાયન થયેલો હોય માળી સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં અક્રંદનાં દ્રશ્યો સર્જાયા હતા. ડીસા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…