Not Set/ હવે દુકાન અડધો કલાક પણ બંધ રાખી શકીએ તેવી સ્થિતિ નથી, કારણકે …

જ્યારે સરકારને સારું લગાડવા લોકડાઉન લગાવ્યું ત્યારે ઉપર સરકારને પૂછ્યું હતું કે ભુજમાં લોકડાઉન કરીએ કે નહીં ?

Gujarat Others Trending
dukhd 5 હવે દુકાન અડધો કલાક પણ બંધ રાખી શકીએ તેવી સ્થિતિ નથી, કારણકે ...

કચ્છનાં પાટનગર ભુજ શહેરમાં અધકચરા લોકડાઉનથી હાજરી વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે કોઈ પણ ભોગે દુકાનો શરૂ કરવા હવે ભુજના વેપારીઓએ મન બનાવી લીધું છે સ્વૈછચીક લોકડાઉન વખતે બે હાથ જોડીને બંધની અપીલ કરનારા ભુજના નગરપતિ,ધારાસભ્ય, રાજયમંત્રી હવે દુકાનો શરૂ કરવા માટે આગળ આવે તે માટેનો રોષ વેપારીઓએ ઠાલવ્યો છે આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ટોક પોઇન્ટ ઉપર છે.

ભુજ શહેરમાં કોરોના સંક્રમણ વધતા રાજયમંત્રી વાસણભાઇ આહીર,ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય,નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર,ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોરે વેપારીઓને વિનંતી કરી કે, તમે ત્રણ દિવસ દુકાનો બંધ રાખો અને લોકડાઉનને સફળ બનાવો વેપારીઓએ વાત માની લીધી,  બાદમાં સરકારે કડક નિયંત્રણોના નામે લોકડાઉન લગાવી લીધું વેપારીઓએ સપ્તાહ સુધી દુકાનો બંધ રાખી પણ ફરી મુદત વધતા વેપારીઓમાં આક્રોશ છે.

કારણકે ભુજ શહેરમાં મેડિકલ,કરીયાણા,દૂધ,શાકભાજી,બેકરી સહિતની દુકાનો ખુલ્લી જ્યારે બજારમાં વેપારિયો માટે દુકાન બંધ છે. લોકોને હરવા ફરવાની છૂટ તો દુકાનો બંધ રાખવાથી કોરોના ભાગી જશે તેવો સવાલ પણ ઉઠાવાયો છે. વેપારીઓએ આક્રોશભર્યા સ્વરે કહ્યું કે,હવે અમે અમારી દુકાન અડધો કલાક પણ બંધ રાખી શકીએ તેવી સ્થિતિ નથી,કારણકે આર્થિક તંગીમાં દુકાન બંધ રાખવી પોષાય નહિ.ખાસ વાત એ છે કે,શહેરના તમામ વેપારી સંગઠનો એક થઇ ગયા છે.

આ એકતા જ વિજય અપાવશે, વાણિયાવાડ, અનમ રિંગ રોડ, છઠ્ઠી બારી, તળાવ શેરી, શરાફ બજાર, ફૂટવેર એસો, સોની બજાર, હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન રોડ, મોબાઈલ એસો, ઘડિયાળ એસો સહિત તમામ સંગઠનના 800 થી વધુ વેપારીઓએ એકતા દર્શાવી છે તમામ લોકોનો એક જ સુર છે અમને દુકાન ખોલવા દો, કારણકે ભુજ શહેરમાં દુકાનો બંધ જ્યારે આસપાસના નજીકના ગામો માધાપર, મીરઝાપરમાં બધું ખુલ્લું જેથી વેપારીઓ અન્યાયકારી નીતિ સામે ખફા છે. આર્થિક લાચારીમાં પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતામાં વેપારીઓની આંખમાં આંસુ પણ આવી ગયા હતા.

જે નેતાઓએ ભુજમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું અને વેપારીઓએ સહયોગ આપ્યો આજે એ જ નેતાઓ વેપારીની વ્યથા મુદ્દે ચૂપ છે જવાબદારો કહે છે કે તમારી રજુઆત ઉપર પહોંચાડશું પણ જ્યારે સરકારને સારું લગાડવા લોકડાઉન લગાવ્યું ત્યારે ઉપર સરકારને પૂછ્યું હતું કે ભુજમાં લોકડાઉન કરીએ કે નહીં ? રાજકારણીઓ કોઈ પણ ભોગે વેપારીઓનો અવાજ બની કાલ સુધીમાં દુકાન ખોલાવી આપે તેવી માંગ કરી હતી અન્યથા હવે ઉગ્ર આંદોલનની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.