Not Set/ કોંગ્રેસનુ પ્રચાર યુદ્ધ તેજ-કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૪ નવેમ્બરના રોજ પ્રચારને બનાવશે આક્રમક

ગુજરાત વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ભાજપ અને કોંગ્રેસે પ્રચાર યુદ્ધ તેજ કરી દીધું છે. જે અંતર્ગત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૪ નવેમ્બરના રોજ અમદાવાદમાં રોડ શો યોજીને ચુંટણી પ્રચારને વધુ આક્રમક બનાવશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમની વાત કરીએ તો 24 નવેમ્બરે ૧૦ વાગે પોરબંદર એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યારબાદ 11 થી 12 વાગ્યા વચ્ચે પોરબંદર ખાતે […]

Gujarat
Rahul Gandhi ready for pm in 2019 કોંગ્રેસનુ પ્રચાર યુદ્ધ તેજ-કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૪ નવેમ્બરના રોજ પ્રચારને બનાવશે આક્રમક

ગુજરાત વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ભાજપ અને કોંગ્રેસે પ્રચાર યુદ્ધ તેજ કરી દીધું છે. જે અંતર્ગત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૪ નવેમ્બરના રોજ અમદાવાદમાં રોડ શો યોજીને ચુંટણી પ્રચારને વધુ આક્રમક બનાવશે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમની વાત કરીએ તો 24 નવેમ્બરે ૧૦ વાગે પોરબંદર એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યારબાદ 11 થી 12 વાગ્યા વચ્ચે પોરબંદર ખાતે માછીમાર સાથે મુલાકાત કરશે. ત્યાર પછી બપોરના ૧.૧૫ વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. તેમજ ૨.૩૦ વાગે સાણંદ જવા રવાના થશે. જ્યાં દલીત સ્વાભિમાન સભામાં હાજરી આપશે. બાદમાં 4-15 વાગ્યે અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ડોક્ટર્સ તેમજ મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ 5-30 વાગ્યે અધ્યાપકો અને પ્રાથમીક શાળાનાં શિક્ષકો સાથે સંવાદ કરશે. સાંજે 7-30 વાગ્યે અમદાવાદનાં નિકોલ ખાતે સભાને સંબોધશે અને રાત્રિ રોકાણ અમદાવાદ ખાતે જ કરશે

જયારે ૨૫ નવેમ્બરના રોજ કાર્યક્રમની વાત કરીએ તો 10-15 વાગ્યે રાહુલ ગાંધી મુત્યુ પામેલા ઈરશાદ બેગ મિરજાનાં અમદાવાદમાં રહેતા પરીવારજનોને સાંત્વના આપશે. અને 11-15 વાગ્યે દેહગામ ખાતે સ્વાગત કાર્યક્રમમાં જશે. ત્યારબાદ 12-10 વાગ્યે અરવલ્લીના બાયડ ખાતે કોર્નર મીટીંગ યોજશે અને બપોરે 1-05 વાગ્યે બાયડનાં સાંતભા ખાતે સ્વાગત કરવામાં આવશે. 2-10 વાગ્યે લુણાવાડામાં કોર્નર મિટીંગ યોજશે. ત્યાર પછી 3-15 વાગ્યે સંતરામપુરમાં કોર્નર મિટીંગમાં હાજરી આપશે અને 4 વાગ્યે રાહુલ ગાંધીનું મારગડા ચોકડી ખાતે સ્વાગત અને સંબોઘન કરાશે. 4-50 વાગ્યે દાહોદનાં મવુડા ચોકડી ખાતે કોર્નર મિટીગમાં હાજરી આપશે. ત્યારબાદ રાહુલ 25 તારીખની રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે.