Covid-19/ ગુજરાત ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત, જવાબદાર કોણ ?

રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં સામાન્ય જનતાની સાથે નેતાઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. 

Top Stories Gujarat Others
ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે ફરી એકવાર કહેર મચાવી રહ્યું છે. ત્યારે બીજી લહેર બાદ કોરોના ગાઈડ લાઇન્સમાં આપેલી છૂટ ભારે પડી રહી છે રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર નેતાઓ પણ કોરોનાની હડફેટે ચઢી રહ્યા છે.  ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા કોરોનાની ઝપટે  ચઢ્યા છે.

રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત બન્યા છે.  ઉલ્લેખનીય છે કે ભાજપના સુરતના કોર્પોરેટર ઝંખના બેનનો કોરોના રિપોર્ટ પણ ગતરોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તો સુરત ખાતે CM ભુપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમમાં હાજર રહેલા બે કોર્પોરેટર પણ કોરોના સંક્રમિત મળી આવ્યા હતાં.

રાજ્યમાં ત્રીજી લહેરની શરૂઆત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં સામાન્ય જનતાની સાથે નેતાઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે કોરોનાની બીજી ગંભીર લહેરમાં કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટી પોતાના અનેક નેતાઓ ગુમાવ્યા છે. જેમાં ગુજરાતમાંથી અભયભાઈ ભારદ્વાજ અને અહેમદ પટેલ બે ક્યારેય ના પૂરી શક્ય એવી ખોટ મુકીને ગયા છે.

તહાલમાં બીજી લહેરની આશંકા વચ્ચે રાજ્યમાં પ્રમુખ આઠ શહેરોમાં રાત્રિ કરફયુની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ શાળામાં નિયમિત બાળકોની હાજરી પણ બાળકોમાં કોરોનાનું જોખમ વધારી રહ્યું છે.

Life Management / ગુરુએ શિષ્યને એક ખાસ અરીસો આપ્યો, જ્યારે શિષ્યએ ગુરુને તેમાં જોયા તો તે ચોંકી ગયો…

આસ્થા / કૌરવોના મામા શકુનીનું મંદિર ભારતમાં અહીં છે, લોકો અહીં કેમ આવે છે?

Temple / આ ગામમાં છે ચુડેલ દેવીનું મંદિર, અહીં ભેટ ચઢાવ્યા વિના આગળ જવું અશુભ માનવામાં આવે છે