America/ અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવામાં અવી, ભારતે નોંધ્યો વિરોધ

ભારતે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે આ મામલો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ સમક્ષ ઉઠાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી.

Top Stories World
a 455 અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવામાં અવી, ભારતે નોંધ્યો વિરોધ

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક પાર્કમાં કેટલાક અજાણ્યા ત્રાસવાદીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરી હતી. હવે ત્યાં વસતા ભારતીયો માંગ કરી રહ્યા છે કે પોલીસ આ મામલની તપાસ હેટ ક્રાયમ કેસની જેમ કરે.

ભારતે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે આ મામલો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ સમક્ષ ઉઠાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી.

ઉત્તરીય કેલિફોર્નિયામાં ડેવિસ શહેરના સેન્ટ્રલ પાર્કમાં 6 ફૂટ ઉંચી અને લગભગ 294 કિલો કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સ્થાનિક અખબાર ડેવિસ એન્ટરપ્રાઇઝ અનુસાર, ગાંધીની આ પ્રતિમા પગની ઘૂંટીથી કાપવામાં આવી હતી અને અડધો ચહેરો પણ ગાયબ હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, 27 જાન્યુઆરીની સવારે ઉદ્યાનના કર્મચારી દ્વારા ગાંધીની તૂટેલી પ્રતિમા મળી હતી. ડેવિસ સિટી કાઉન્સિલમેન લુકસ ફ્રેરીક્સે જણાવ્યું હતું કે હાલમાં ગાંધીની પ્રતિમાને હટાવવામાં આવી છે અને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો