Not Set/ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનો નવો વિવાદ, કહ્યુ હુ નાળા અને શૌચાલયની સફાઇ માટે નથી

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જ્યારે બોલે છે ત્યારે કોઇ નવા વિવાદને જન્મ આપે છે. આજે પણ તેણે એક વિવાદાસ્પદ નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મધ્યપ્રદેશનાં સીહોરમાં સફાઈ કરાવવા અંગેનાં એક સવાલ પર વિવાદીત જવાબ આપતા કહ્યુ  કે, અમે નાળા અને શૌચાલય સાફ કરવા માટે ચૂંટાયા નથી. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનાં આ […]

Top Stories India
sadhvi pragya thakur123 સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનો નવો વિવાદ, કહ્યુ હુ નાળા અને શૌચાલયની સફાઇ માટે નથી

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જ્યારે બોલે છે ત્યારે કોઇ નવા વિવાદને જન્મ આપે છે. આજે પણ તેણે એક વિવાદાસ્પદ નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મધ્યપ્રદેશનાં સીહોરમાં સફાઈ કરાવવા અંગેનાં એક સવાલ પર વિવાદીત જવાબ આપતા કહ્યુ  કે, અમે નાળા અને શૌચાલય સાફ કરવા માટે ચૂંટાયા નથી.

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનાં આ વિવાદીત બોલ કેપ્ચર થઇ ગયા છે, જેમા તે સ્પષ્ટ બોલતા નજર આવી રહી છે કે ‘અમે નાળા અને શૌચાલય સાફ કરવા માટે ચૂંટાયા નથી.  અમે તમારા શૌચાલય સાફ કરવા બન્યા નથી. અમને જે કામ માટે બનાવવામાં આવ્યા છે તે કામ અમે પૂરી વફાદારીથી કરીશું, આ અમારુ પહેલા પણ કહેવુ હતુ, આજે પણ કહેવુ છે અને આગળ પણ કહીશુ.’ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સ્વચ્છતા અભિયાન માટે સતત પ્રેરિત કરતા રહે છે, ત્યારે તેમની જ પાર્ટીનાં એક સાંસદ દ્વારા આ પ્રકારનું નિવેદન કેટલુ યોગ્ય છે તે હવે તે પોતે જ જણાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું આ પહેલુ વિવાદીત નિવેદન નથી. તે સમયે સમયે આ પ્રકારનાં વિવાદીત નિવેદન આપતા રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા તેમણે મુંબઈ એટીએસનાં પ્રમુખ હેમંત કરકરને શ્રાપ આપવાની વાત કહી હતી અને જેના એક મહિના પછી આતંકવાદીઓની ગોળીથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેટલુ જ નહી સાધ્વીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન બાબરી મસ્જિદ તોડી પાડવામાં સામેલ થવા અંગે પણ તેને ગર્વ હોવાનુ વિવાદીત નિવેદન આપ્યુ હતુ. થોડા સમય પહેલ તેમણે ગોડસે ને લઇને પણ નિવેદન આપ્યુ હતુ, જેમા તે ગોડસે ને એક આદર્શ માનતી હોવાનુ જણાવી રહી હતી. જો કે તેના આ નિવેદન બાદ PM મોદીએ સાધ્વી પર તેને ક્યારે માંફ નહી કરે નિવેદન આપ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.