Not Set/ અમદાવાદ: ડુપ્લિકેટ દારૂ વેચતી ઠગ ટોળકી પકડાઈ, આવી રીતે બનાવતા હતાં દારૂ

ભાડજ, ગુજરાતમાં દારુ બંધી હોવા છત્તા પણ ગુજરાતમાં જ દારુની રેલમ છેલ્લ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદની સોલા પોલીસની ટીમે ભાડજ ગામના રબારી વાસમાં ગેરકાયદેસર રીતે નકલી વિદેશી દારુની ફેક્ટરી ઝડપી પાડવામાં સફળતા મળી છે. સોલા પોલીસના પી.એસ.આઈ જી.એસ.સ્વામી પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમ્યાન બાતમી મળતા ફેક્ટરીના માસ્ટરમાઈન્ડ સહીત યાકt રુઝદારખાન […]

Top Stories Gujarat Trending
daru 3 અમદાવાદ: ડુપ્લિકેટ દારૂ વેચતી ઠગ ટોળકી પકડાઈ, આવી રીતે બનાવતા હતાં દારૂ

ભાડજ,

ગુજરાતમાં દારુ બંધી હોવા છત્તા પણ ગુજરાતમાં જ દારુની રેલમ છેલ્લ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદની સોલા પોલીસની ટીમે ભાડજ ગામના રબારી વાસમાં ગેરકાયદેસર રીતે નકલી વિદેશી દારુની ફેક્ટરી ઝડપી પાડવામાં સફળતા મળી છે. સોલા પોલીસના પી.એસ.આઈ જી.એસ.સ્વામી પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમ્યાન બાતમી મળતા ફેક્ટરીના માસ્ટરમાઈન્ડ સહીત યાકt રુઝદારખાન સહીત પાંચ શખ્શોની ધરપકડ કરી છે. દારુ બનાવવાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

daru અમદાવાદ: ડુપ્લિકેટ દારૂ વેચતી ઠગ ટોળકી પકડાઈ, આવી રીતે બનાવતા હતાં દારૂ

અમદાવાદના ભાડજ ગામમાં આવેલ રબારી વાશમાં નકલી વિદેશી દારુ બનાવવાની ફેક્ટરી સોલા પાલીસની ટીમે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાં નકલી વિદેશી દારુ કેવી રીતે બનાવતા હતા તે તરફ ધ્યાન કરીએ તેઓ આલ્કોહોલિક કેમીકલ તથા બીજા બે થી ત્રણ જેટલા કેમીકલનો ઉપયોગ કરી પાણી સાથે મિશ્રણ કર્યા બાદ આલ્કોમીટરથી 40% જેટલી ડીગ્રી થયા બાદ તેને ફિલ્ટરમાં રીફાઈન કરવામાં આવતુ હતુ.

daru 2 અમદાવાદ: ડુપ્લિકેટ દારૂ વેચતી ઠગ ટોળકી પકડાઈ, આવી રીતે બનાવતા હતાં દારૂ

નકલી દારૂમાં ઓરિજિનલ દારૂનો ટેસ્ટ જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવતું અને આલ્કોહોલનું મિશ્રણ કર્યા બાદ આરોથી ફિલ્ટર કરતા. ત્યાર બાદ તેઓ રોયલ સ્ટેગ નામની વિદેશી દારુની બોટલમાં ભર્યા બાદ બોટલ પર તેની પર રોયલ સ્ટેગ બ્રાન્ડ કંપનીના સ્ટીકર લગાવ્યા બાદ બ્રાન્ડના બોક્સમાં ભરવામાં આવતાં હતા.

નકલી દારૂની ફેક્ટરી ભાડ્જમાં રબારી વાસમાં સરતાન રબરની રૂમ ભાડે રાખી હતી. જયારે સરતાનના પુત્રને પણ દારૂના વેચાણમાં જે નફો થાય તેમાંથી ભાગ આપવાનું નક્કી કર્યું હોવાની માહિતી મળી રહી છે.

daru 4 અમદાવાદ: ડુપ્લિકેટ દારૂ વેચતી ઠગ ટોળકી પકડાઈ, આવી રીતે બનાવતા હતાં દારૂ

પોલીસે આ તમામ હલકી ગુણવત્તા વાળા દારુની પેટીઓ સહીત મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારુ ભરવા માટેની બોટલ તથા તેના પર લાગાવવમાં આવતા સ્ટીકર હરીયાણાથી પ્રાઈવેટ વાહનો દ્વારા લાવવામાં આવતાં હતાં. પરંતુ આ શખ્સો દ્વારા નકલી દારુની પેટીઓ તૈયાર કર્યા બાદ કોણ સપ્લાય કરતા હતા તે વધુ તપાસમાં બહાર આવી શકે છે.

દારુ બનાવવા માટે જે કેમીકલનો ઉપયોગ કરતા હતા તે ચેક કર્યા બાદ જ બહાર આવશે. તપાસમાં હજુ વધુ આવી નકલી વિદેશી દારુ બનાવવાની ફેક્ટરીઓ તથા કઈ કઈ જ્ગાયે આવી હલકી ગુણવત્તાના દારુ સપ્લાય થાય છે તે પણ બહાર આવી શકે છે.