રાજકોટમાં આઠ વર્ષની બાળકીને તેના જ કૌટુંબિક દાદાએ શારિરિક અડપલા કર્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંબંધો અને માનવતા નેવે મુકીને આરોપીએ બાળકી સાથે અડપલાં કર્યા હતા. બાળકી તેની સહેલી સાથે તેના કૌટુંબિક દાદાના ઘરે કોઈ કારણસર ગઈ હતી. જ્યા નરાધમે બાળકીને નિર્વસ્ત્ર કરી શારીરિક અડપલાં કર્યા હતા અને જાનથી મારી દેવાની ધમકી પણ આપી હતી. જો કે બાળકીના પરિવારને જાણ થતા આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આરોપી પોલીસ સકંજામાં છે જેની પૂછપરછ ચાલુ છે.
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા શખ્સે 8 વર્ષની કૌટુંબિક પૌત્રી પર નજર બગાડી નિર્વસ્ત્ર કરી શારીરિક અડપલાં કર્યા હતા. આ દ્રશ્ય સહેલી જોઇ જતા તેણે બાળકીના માતા-પિતાને જાણ કરી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ભરત કાનજી સોલંકી સામે ભોગ બનનાર 8 વર્ષની બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી ભરત સોલંકી કૌટુંબિક કાકાજી સસરા થાય છે. તે હાલ એકલા રહે છે. અમારા વિસ્તારમાં રોજ સામાજિક સંસ્થા ખીચડી વગેરે જમવાનું આપતા હોવાથી પોતાના બે દીકરા, બે દીકરી ત્યાં જમવાનું લેવા જાય છે.
ગત રવિવારે રાબેતા મુજબ, સંતાનો જમવાનું લેવા ગયા હતા. બાળકો જમવાનું લઇ આવ્યા બાદ ખીચડી વધી હતી. જેથી પતિએ પાછળ જ રહેતા કૌટુંબિક સસરા ભરત સોલંકીને ખીચડી દેવા માટે 8 વર્ષની વચેટ પુત્રીને સાડા સાત વાગ્યાના અરસામાં મોકલી હતી. પુત્રી સાથે પાડોશમાં જ રહેતી પુત્રીની સહેલી પણ ગઇ હતી. બંને કાકાજી સસરા ભરત સોલંકીને ત્યાં પહોંચતા પુત્રીની સહેલીને બહાર ઊભી રાખી પુત્રીને ઘરમાં બોલાવી હતી. પુત્રી મકાનમાં જતા કૌટુંબિક કાકાજીએ પુત્રીને નિર્વસ્ત્ર કરી તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં.
કાકાજી સસરાએ બાળકીને કોઇને કહીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી હતી આ દ્રશ્ય ઘર બહાર ઊભેલી પુત્રી સાથે ગયેલી સહેલી જોઇ ગઇ અને કૌટુંબિક કાકાજી ભરતે જો આ અંગે કોઇને કાંઇ કહેશે તો જાનથી મારી નાખશેની ધમકી આપી હતી. બાદમાં બંને ઘરે પહોંચતા પુત્રીની સહેલીએ બનાવની વાત કરી હતી. કૌટુંબિક કાકાજીએ પુત્રી પર નજર બગાડતા બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસમથકના પીએસઆઇ એન.બી.ડોડિયાએ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ભરતની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.