આઈએનએક્સ મીડિયા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ બુધવારે પણ જામીન મેળવી શક્યા નથી. સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન, સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે, ચિદમ્બરમની તરફેણ કરતા કહ્યું, “હાઈકોર્ટે જામીન અરજીને ફગાવી દીધી છે અને કહ્યું છે કે મને (ચિદમ્બરમ) ને મુક્ત કરવા માટેનો ખોટો સંદેશ જશે, જાણે હું રંગા-બિલ્લા જેવો મોટો ગુન્હેગાર છું.”
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમના કે જે લગભગ 98 દિવસ કસ્ટડીમાં વિતાવી ચુક્યા છે, તેમના સાથીઓ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી, એ તેમને ન્યાયાધીશ આર.કે. ભાનુમતિની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચ સમક્ષ પોતાની દલીલો મૂકી હતી.
સિબ્બલે કહ્યું કે, હાઇકોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે ચિદમ્બરમ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે સમગ્ર સુનાવણી દરમિયાન ચિદમ્બરમને જામીન આપવામાં આવશે નહીં. ગુરુવારે ઇડી વતી સોલિસીટર જનરલ તુષાર મહેતા પણ ઇડીની બાજુ કોર્ટ સમક્ષ મુકશે.
સિબ્બલ અને સિંઘવીએ જણાવ્યું હતું કે હાઇકોર્ટે ટ્રિપલ ટેસ્ટ સિદ્ધાંતની અવગણના કરી છે. પરંતુ આ ગુનાને ગંભીર ગણાવીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે ચિદમ્બરમ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તપાસ એજન્સીને ન તો ઇમેઇલ્સ મળી છે ન એસએમએસ કે ના બીજું કાઈ.
સિબ્બલે કહ્યું કે જ્યાં સુધી ખૂબ જ અસાધારણ પરિસ્થિતિ ન આવે ત્યાં સુધી કોર્ટે જામીન નામંજૂર ન કરવી જોઈએ. સજાની ઘોષણા સમયે ગુનાની ગંભીરતા જોવા મળે છે. જ્યાં સુધી આ કેસની વાત છે, તેમાં ફક્ત સાત વર્ષની સજાની જોગવાઈ છે.
રંગા-બિલ્લા કોણ હતા…?
કુલજીતસિંહ ઉર્ફે રંગા અને જસબીરસિંહ ઉર્ફે બિલ્લા મુંબઈના બે કુખ્યાત ગુનેગારો હતા જેઓ આર્થર રોડ જેલમાંથી છૂટતાંની સાથે જ 1978 માં સીધા દિલ્હી આવ્યા હતા. અહીં બંનેએ ઓલ ઈન્ડિયા રેડિયોના બિલ્ડિંગમાં કાર્યક્રમ રજૂ કરવા ગયેલા બે નાના ભાઈ-બહેન ગીતા અને સંજય ચોપરાનું પૈસા માટે અપહરણ કર્યું હતું.1978 માં, રંગા-બિલ્લાએ ગીતા અને સંજયના પિતાની નૌકા અધિકારીઓ હોવાની માહિતી મેળવીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. તેમની ધરપકડ બાદ 1982 માં રંગા અને બિલાને ફાંસી આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.