જન્મદિવસ/ PM મોદીનો આજે રાજ્ય અને દેશભરમાં મનાવાશે જન્મદિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71 મો જન્મદિવસ છે. ત્યારે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહી છે.

Top Stories India
1 260 PM મોદીનો આજે રાજ્ય અને દેશભરમાં મનાવાશે જન્મદિવસ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મ દિવસ,
  • ભાજપ દ્વારા સેવા અને સમર્પણ અભિયાન શરૂ કરાશે,
  • ગુજરાતના પનોતા પુત્ર છે PM નરેન્દ્ર મોદી ,
  • રાજ્ય અને દેશભરમાં મનાવાશે PMનો જન્મદિવસ,
  • ભાજપ દ્વારા દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71 મો જન્મદિવસ છે. ત્યારે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહી છે. આ માટે ભાજપે 20 દિવસનાં રાષ્ટ્રવ્યાપી અભિયાનનું આયોજન કર્યું છે. તેને સેવા અને સમર્પણ અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન 7 ઓક્ટોબરે સમાપ્ત થશે.

આ પણ વાંચો – મોટી જાહેરાત / ઉત્તરપ્રદેશમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી સરકાર બનશે તો….

આજે એટલે કે શુક્રવારે વડાપ્રધાન મોદીનાં જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ બનાવવાની પણ તૈયારી છે. આ દરમિયાન રેકોર્ડ 1.5 કરોડ લોકોને રસી આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સાથે જ પાર્ટી બે દાયકા પૂર્ણ થયાની ઉજવણી પણ વડાપ્રધાનનાં જાહેર કાર્યાલયમાં કરશે. મોદી 13 વર્ષ સુધી ગુજરાતનાં મુખ્યમંત્રી અને છેલ્લા સાત વર્ષથી વડાપ્રધાન છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. ભાજપે સેવા અને સમર્પણ અભિયાન માટે ચાર સભ્યોની સમિતિ બનાવી છે. જેથી પ્રચાર દરમિયાન પક્ષનાં કાર્યકરો માટે કાર્યક્રમોનું આયોજન કરી શકાય. આ સમિતિનું નેતૃત્વ કૈલાશ વિજયવર્ગીય કરે છે. આ અભિયાન હેઠળ ભાજપ જિલ્લા સ્તરે રક્તદાન શિબિર અને મોદીનાં જીવન પર પ્રદર્શન જેવા અનેક કાર્યક્રમો યોજવાની તૈયારી કરી રહ્યું છે. આ ખાસ પ્રસંગની ઉજવણી માટે, પાર્ટી હાઇકમાન્ડે કેડરને એક જ દિવસમાં 1.5 કરોડ રસીઓ પહોંચાડવા, આરોગ્ય અને રક્તદાન શિબિરોનું આયોજન કરવા, ગરીબોને રાશન વિતરણ કરવા અને પ્રાપ્ત થયેલી ભેટો અને સ્મૃતિચિત્રોની ઇ-હરાજી કરવા માટે નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રાનાં 20 વર્ષ પૂરા થવા પર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શુક્રવારે એક ફોટો પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો – હરાજી / વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટની થશે હરાજી,જાણો વિગતો

વડાપ્રધાન મોદીનાં 71 માં જન્મ દિવસે કર્ણાટકનાં પૂર્વ CM એચડી કુમારસ્વામીએ PM મોદીનાં લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM મોદીને અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીનાં 71 માં જન્મદિવસની પૂર્વસંધ્યાએ, વારાણસીમાં લોકોએ માટીનાં દીવા પ્રગટાવ્યા અને 71 કિલો લાડુ અર્પણ કરીને પ્રસાદ વહેંચ્યો. CM યોગીએ કહ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ, જે અંત્યોદયથી આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરી રહ્યા છે. ભગવાન રામની કૃપાથી તમને લાંબા આયુષ્ય અને સારુ સ્વાસ્થ્ય મળે. તમને જીવનભર મા ભારતીની સેવા કરવાનો લહાવો મળતો રહે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસે ભાજપ શુક્રવારથી સેવા અને સમર્પણ અભિયાન શરૂ કરી રહ્યું છે. આ અંતર્ગત ભાજપનો મેડિકલ સેલ 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન આરોગ્ય તપાસણી શિબિરનું આયોજન કરશે.