IPL 2022/ KKR સાથે જોડાયા ઓસ્ટ્રેલિયાના આ ધાકડ બેટ્સમેન, અગાઉનો રેકોર્ડ છે ઘણો સારો

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2022 માટે ઈંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સને બદલે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિન્ચને સામેલ કરવાની જાહેરાત કરી છે, એલેક્સ હેલ્સે તાજેતરમાં જ બાયો બબલના થાકને કારણે આઈપીએલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો, આ પછી ટીમે ફિન્ચને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યા છે

Top Stories Sports
14 8 KKR સાથે જોડાયા ઓસ્ટ્રેલિયાના આ ધાકડ બેટ્સમેન, અગાઉનો રેકોર્ડ છે ઘણો સારો

KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ)એ IPL 2022 માટે ઈંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સને બદલે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિન્ચને સામેલ કરવાની જાહેરાત કરી છે. એલેક્સ હેલ્સે તાજેતરમાં જ બાયો બબલના થાકને કારણે આઈપીએલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. આ પછી ટીમે ફિન્ચને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યા છે. ફિન્ચના આગમનથી ટીમની બેટિંગ મજબૂત થશે. તેણે આઈપીએલની ઘણી સીઝનમાં પોતાની શાનદાર બેટિંગથી ખળભળાટ મચાવ્યો છે.

એરોન ફિન્ચની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે UAEમાં રમાયેલ ICC T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ફિન્ચે અત્યાર સુધીમાં 88 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે 2 સદી અને 15 અડધી સદીની મદદથી 2686 રન બનાવ્યા છે. ફિન્ચે 87 IPL મેચ રમી છે અને 2000 થી વધુ રન બનાવ્યા છે. તે રૂ. 1.5 કરોડના ખર્ચે KKR સાથે જોડાશે.

KKR બે વખત IPLની ચેમ્પિયન બની છે અને 26 માર્ચે IPL 2022 માં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને KKR વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વખતે આઈપીએલમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ વખતે ટૂર્નામેન્ટમાં લખનૌ અને અમદાવાદની ટીમો સામેલ થશે, જેના કારણે આ ટૂર્નામેન્ટ ખૂબ જ રસપ્રદ બનવાની આશા છે.