નિર્ણય/ સાપુતારા બોર્ડર પર માલવાહક ચાલકોના RT-PCR ફરજિયાત

સાપુતારા સીમા પર ડ્રાઇવરોનાં રિપોર્ટ ફરજિયાત

Gujarat
cheakpost સાપુતારા બોર્ડર પર માલવાહક ચાલકોના RT-PCR ફરજિયાત

મહારાષ્ટ્રની સાપુતારા બોર્ડર પર માલવાહક ચાલકોનાં આજથી આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યાં છે. પહેલા ચેકપોસ્ટ પર ટ્સ્ટની વ્યવસ્થા ના હોવાથી લાંબી કતારો જોવા મળતી હતી. પ્રશાસને અહીંયા સત્વરે એન્ટિજન ટેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવતાં વાહન ચાલકોને રાહત થઇ છે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ચેકપોસ્ટ પર મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતાં વાહનચાલકોનાે ફરજિયાત આરટી-પીસીઆર રિપોર્ટ કરતાં  ટ્રકોની લાંબી કતારો લાગી હતી. નવા નિયમના લીધે અનેક માલવાહક ચાલકો આજે અટવાયાં હતાં.આ પહેલા અહીયાંં માત્ર મુસાફરોનાં જ આરટી-પીસીઆર રિપોર્ટ કરવામાં આવતાં હતાં પરતું આજથી માલવાહક ડ્રાઇવરોનાં પણ રિપોર્ટ કરવામાં આવશે. પ્રશાસન દ્વારા અહીંયા યુદ્વના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. એન્ટિનજ ટેસ્ટની વ્યવ્સથા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની વિસ્ફોટક સ્થિતિ મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આવતાં દરેક મુસાફરોના રિપોર્ટ કરવામાં આવતાં હતાં પણ આજથી માલવાહક ચોલકોના રિપોર્ટ પણ ફરજિયાત કરી દેવામાં આવી છે.