Book Fair/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો પુસ્તક પરબ’ની મુલાકાત લીધી

કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. દેશના વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચોથી જુલાઈ 2021 ના રોજ ‘નમો પુસ્તક…………

Gujarat
Image 2024 05 19T135136.618 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'નમો પુસ્તક પરબ'ની મુલાકાત લીધી
  • ‘નમો પુસ્તક પરબ’ ની 151 મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • વાંચનને એક આદત બનાવવાના હેતુથી સંસ્કૃતિ ફાઉન્ડેશનના ઉપક્રમે શરૂ કરાયેલી આ પુસ્તક પરબમાં 3,000 થી વધુ પુસ્તકો
  • મુખ્યમંત્રીએ પુસ્તકોને અત્યંત રસપૂર્વક નિહાળી આ પ્રવૃત્તિને બિરદાવી

Kadi News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે મણીનગર સ્થિત ઉત્તમ નગર ગાર્ડન પાસે ‘નમો પુસ્તક પરબ’ અંતર્ગત પ્રતિ રવિવારે યોજાતા પુસ્તક પરબની આ રવિવારે યોજાયેલી 151મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. દેશના વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચોથી જુલાઈ 2021 ના રોજ ‘નમો પુસ્તક પરબ’નો પ્રારંભ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રદર્શનમાં વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકોને અત્યંત રસપૂર્વક નિહાળ્યા હતા સાથે સાથે આ પ્રવૃત્તિની જાણકારી પણ મેળવી હતી.

WhatsApp Image 2024 05 19 at 12.39.47 PM 1 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'નમો પુસ્તક પરબ'ની મુલાકાત લીધી

ધારાસભ્ય મહેશ કસવાલા પ્રેરિત ‘સંસ્કૃતિ ફાઉન્ડેશન’ દ્વારા પ્રતિ રવિવારે ઉત્તમ નગર ગાર્ડનની બહાર ફૂટપાથ પર પુસ્તકોનું પ્રદર્શન યોજાય છે. આ પરબમાં વિવિધ વિષયોના 3000 થી વધુ પુસ્તકોનો જાહેર જનતા લાભ લે છે. ધર્મ, પ્રવાસન, સાહિત્ય, એન્જિનિયરિંગ, સાયન્સ, કવિતાઓ, વાર્તા સંબંધિત આ પુસ્તકોએ મણીનગરના લોકો માટે વિશેષ આકર્ષણ જમાવ્યું છે.

આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી હંમેશા કહેતા વાંચનમાં એક જબરજસ્ત તાકાત હોય છે’ તેમાંથી પ્રેરણા લઈને આ પરબ શરૂ કરાઈ છે. વાંચનને એક આદત બનાવવાના ધ્યેય સાથે પ્રતિ રવિવાર પુસ્તક પરબમાં અનેક લોકો પુસ્તકોની આપ લે કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે પુસ્તક આપનાર અને લઈ જનારની કોઈપણ પ્રકારની નોંધણી કરાતી નથી, એમ છતાંય અહીંયા ક્યારેય પુસ્તકો ખૂટ્યા નથી. જે પરિવારો પાસે પુસ્તકો હોય એ અહીં મૂકી જાય છે અને જરૂરિયાત મંદો કે વાંચન શોખીનો અહીંથી પુસ્તક વાંચવા લઈને પરત આપી જાય છે. પુસ્તક પરબ પરિવાર સાથે સંકળાયેલા કૌશલભાઈ, શ્રીપાલભાઈ, હિતેશ પટેલ અને અનેક કાર્યકરો આ પરબનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. આ પ્રસંગે મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને વાંચન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GSFC યુનિ.ના ગરુડા એરોસ્પેસ સાથે એમઓયુ પર સહીસિક્કા

આ પણ વાંચો: ચા પ્રેમીઓને આંચકો! ચાની લારી ધરાવતાં યુવકને આવકવેરા વિભાગની નોટિસ

આ પણ વાંચો: ‘બે મહિનાનું 2,500 રૂપિયાનું બિલ, સ્માર્ટ મીટર પછી દસ જ દિવસનું 3 હજાર રૂપિયા બિલ’