Not Set/ અંબાજીઃ ST કર્મી હડતાળનો બીજો દિવસ, યાત્રાળુઓ ફસાયા, વિધાર્થીઓ મુશ્કેલીમા

અંબાજી, અંબાજીમાં GSRTC કર્મચારીઓના હડતાળ બીજા દિવસે પણ યથાવત છે. જેથી અંબાજીમાં આવતા યાત્રાળુઓ ફસાઇ ગયા છે. વિધાર્થીઓ અને લોકોને મુસાફરીમાં તકલીફ પડી રહી છે. સરકાર જણાવ્યુ છે કે તેઓ ખાનગી બસનો ઉપયોગ કરશે.જેથી તમામ જિલ્લાઓમાં કલેકટરને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ મોટા બસ ટ્રાન્સપોર્ટેરો સાથે બેઠક કરી વ્યવસ્થા કરે. કાયદો અને વ્યવસ્થા સાચવવા […]

Top Stories Gujarat Others
mantavya 289 અંબાજીઃ ST કર્મી હડતાળનો બીજો દિવસ, યાત્રાળુઓ ફસાયા, વિધાર્થીઓ મુશ્કેલીમા

અંબાજી,

અંબાજીમાં GSRTC કર્મચારીઓના હડતાળ બીજા દિવસે પણ યથાવત છે. જેથી અંબાજીમાં આવતા યાત્રાળુઓ ફસાઇ ગયા છે. વિધાર્થીઓ અને લોકોને મુસાફરીમાં તકલીફ પડી રહી છે.

સરકાર જણાવ્યુ છે કે તેઓ ખાનગી બસનો ઉપયોગ કરશે.જેથી તમામ જિલ્લાઓમાં કલેકટરને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ મોટા બસ ટ્રાન્સપોર્ટેરો સાથે બેઠક કરી વ્યવસ્થા કરે.

કાયદો અને વ્યવસ્થા સાચવવા પોલીસને પણ નિર્દેશ કરાયા છે અને ડિવિઝનલ કન્ટ્રોલર સમગ્ર વ્યવસ્થા જોશે પણ કહેવામા આવ્યુ છે.

રાજ્યનાં એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ગયા છે. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે તેમાં પણ લોકોની અવર જવરમાં તકલીફ પડે છે. તો જોવાનું એ જ રહ્યું કે આ પરિસ્થિતિમાં કોની જીત થશે સરકારની, કર્મચારીઓની કે પછી ત્રીજો જ રસ્તો આવશે?