Not Set/ રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળી શકે છે સચિન પાયલોટ : સુત્ર

રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર આજે સંકટમાં દેખાઇ રહી છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે ખુલ્લેઆમ બળવો કર્યો છે. સચિન પાયલોટે કહ્યું કે અશોક ગેહલોત સરકાર લઘુમતીમાં છે. પાયલોટે કહ્યું કે તેમને ત્રીસ ધારાસભ્યોનો ટેકો છે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું છે કે સચિન પાયલોટ સોમવારે ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ જેપી નડ્ડાને મળી શકે છે. આ અગાઉ સચિન […]

India
b90a265e05979f0c151f0712b7128031 રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળી શકે છે સચિન પાયલોટ : સુત્ર
b90a265e05979f0c151f0712b7128031 રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળી શકે છે સચિન પાયલોટ : સુત્ર

રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર આજે સંકટમાં દેખાઇ રહી છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે ખુલ્લેઆમ બળવો કર્યો છે. સચિન પાયલોટે કહ્યું કે અશોક ગેહલોત સરકાર લઘુમતીમાં છે. પાયલોટે કહ્યું કે તેમને ત્રીસ ધારાસભ્યોનો ટેકો છે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું છે કે સચિન પાયલોટ સોમવારે ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ જેપી નડ્ડાને મળી શકે છે.

આ અગાઉ સચિન પાયલોટે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ વિધાનસભા પાર્ટીની બેઠકમાં પણ ભાગ લેશે નહીં. આ બેઠક સોમવારે જયપુરમાં બોલાવવામાં આવી છે. આ પહેલા ગત રાત્રે 9 વાગ્યે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમની શક્તિ પ્રદર્શન કરતી વખતે તેમના ઘરે કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ દરમિયાન કોંગ્રેસ હાઈકમાન્ડે તેના ત્રણ નેતાઓ અજય માકન, રણદીપસિંહ સુરજેવાલા અને અવિનાશ પાંડેને જયપુર પણ મોકલ્યા છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટની નારાજગીનાં અહેવાલો બાદ તેમની સરકાર અંગે સવાલો ઉભા થતાં અશોક ગેહલોતે રવિવારે કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. દરમિયાન, જયપુરમાં અશોક ગેહલોતનાં નિવાસ સ્થાને કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠકમાં સચિન પાયલોટ સમર્થક તે 30 ધારાસભ્યો પણ સામેલ હતા જે દિલ્હીમાં પાયલોટની સાથે હાજર હતા. આ ધારાસભ્યોનું કહેવુ છે કે તેઓ કોંગ્રેસમાં રહેશે અને ગેહલોત સરકાર બની રહેશે.

આપને જણાવી દઈએ કે, સચિન પાયલોટ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનું સમન્સ મળ્યા બાદથી ગુસ્સે છે. સમન્સમાં પાયલોટને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એસઓજી ગેહલોત સરકારને અસ્થિર બનાવવાનાં કાવતરાની તપાસ કરી રહી છે. જો કે આ કેસમાં ગેહલોતની પણ પૂછપરછ થવાની છે, પરંતુ નિષ્ણાતો તેને માત્ર તપાસનો દેખાવ હોવાનું કહી રહ્યા છે. સચિન સમર્થકોનું કહેવું છે કે પહેલી વખત કોઈ રાજ્ય પ્રમુખને તપાસની આવી નોટિસ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.