ગુજરાત/ કચ્છમાં ATSની મોટી કાર્યવાહી, 91 કરોડનું 13 કિલો કોકેઈન જપ્ત કરાયું

કચ્છમાં ફરી એકવાર ATSની મોટી કાર્યવાહી. ATSએ ગાંધીધામમાંથી 91 કરોડનું 13 કિલો કોકેઈન જપ્ત કર્યું.

Top Stories India
Beginners guide to 2024 06 05T160022.721 કચ્છમાં ATSની મોટી કાર્યવાહી, 91 કરોડનું 13 કિલો કોકેઈન જપ્ત કરાયું

કચ્છમાં ફરી એકવાર ATSની મોટી કાર્યવાહી. ATSએ ગાંધીધામમાંથી 91 કરોડનું 13 કિલો કોકેઈન જપ્ત કર્યું. ATSએ દરોડા પાડી ગાંધીધામના ખારી રોહર પાસેથી મોટા પ્રમામણાં કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો. ATSને બાતમી મળી હતી કે ગાંધીધામમાં મોટા પ્રમાણમાં કોકેઈન આવ્યું છે. જે અંતર્ગત તેમણે ચકાસણીની કાર્યવાહી હાથ ધરી. દરમ્યાન તેમને ગાંધીધામની ભાગોળ પરથી બિનવારસી હાલતમાં 13 પેકેટ મળ્યા. જેમાં 13 કિલોગ્રામ કોકેઈન ડ્રગ્ઝ હતું. આ ડ્રગ્સની કિમંત 91 કરોડ હોવાની માનવામાં આવે છે. ATSએ બિનવારસી હાલતમાં પડેલ 13 પેકેજ જપ્ત કર્યા. જેના બાદ ચકાસણી કરતાં તે કોકેઈન હોવાનું સામે આવ્યું. પ્રત્યેક કોકેઈન પેકેજની કિમંત 7 થી 8 કરોડ હોવાનું કહેવયા છે.

આજે સવારે ATSએ સ્થાનિક એસઓજીની અને ડિવિઝન પોલીસની મદદથી શંકાસ્પદ સ્થળે દરોડા પાડી કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો. હાલમાં આ મામલે પંચનામા સહિતની કોઈ વિગત જાહેર કરાઈ નથી. પોલીસે બાતમીના આધારે કામ કરતા ખારીહોરથી કંડલા વિસ્તારની તપાસ કરી. દરમ્યાન HPCLની પાઈપલાઈન નજીક બાવળની ઝાડીમાં પડેલ બિનવારસ કોકેઈનનો જથ્થો જપ્ત કરાયો. પોલીસે કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે. કંડલા વિસ્તારમાં એક વર્ષની અંદર બીજી વખત આટલા મોટા પ્રમાણમાં કોકેઈનનો જથ્થો મળી આવ્યો. કંડલા બંદર પ્રવાસીઓની સાથે કોકેઈનના ડિલરો માટેનું હોટસ્પોટ બની રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 8 જૂને થઇ શકે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, મોદી ત્રીજી વખત બનશે PM

આ પણ વાંચો:નાયડુએ કહ્યું- નિશ્ચિંત રહો, નીતિશે કહ્યું, સરકાર ચોક્કસ બનશે

આ પણ વાંચો: આજે NDA અને INDIAની બેઠક, એક જ ફ્લાઈટમાં નીતીશ-તેજશ્વી, જુઓ ફોટો