Not Set/ સમીર વાનખેડેના લગ્ન કરાવનારા મૌલાનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- લગ્ન સમયે તમામ પરિવાર….

મૌલાના મુઝમ્મિલ અહેમદનું કહેવું છે કે જો સમીર વાનખેડેનો દાવો હોય કે તેઓ હિન્દુ છે તો તેઓ ખોટું બોલી રહ્યા છે. કારણ કે નિકાહ સમયે તેઓ મુસલમાન હતા.

Top Stories India
મૌલાના

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આજે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નિકાહ અને લગ્નની તસવીર જાહેર કરીને નવો પ્રહાર કર્યો છે. નવાબ મલિકે દાવો કર્યો છે કે નિકાહનામામાં સમીરનું નામ ‘સમીર દાઉદ વાનખેડે’ લખવામાં આવ્યું છે. હવે સમીર વાનખેડેના લગ્ન કરાવનાર મૌલાના મુઝમ્મિલ અહેમદનું કહેવું છે કે મેં સમીર વાનખેડેના લગ્ન કરાવ્યા હતા અને લગ્ન સમયે આખો પરિવાર મુસ્લિમ હતો. અગાઉ વાનખેડેની પત્નીએ દાવો કર્યો હતો કે સમીર જન્મથી હિન્દુ છે.

આ પણ વાંચો :રાજધાનીમાં 1 નવેમ્બરથી તમામ વર્ગોની શાળાઓ ખુલશે, છઠને પણ મંજૂરી

મૌલાના મુઝમ્મિલ અહેમદનું કહેવું છે કે જો સમીર વાનખેડેનો દાવો હોય કે તેઓ હિન્દુ છે તો તેઓ ખોટું બોલી રહ્યા છે. કારણ કે નિકાહ સમયે તેઓ મુસલમાન હતા અને તેમના પિતા પણ મુસલમાન હતા. મૌલાનાએ કહ્યું કે સમીર અને શબાના બંને મુસલમાન હતા. એટલે જ નિકાહ કરાવ્યા હતા અને કાર્યક્રમમાં હજાર બે હજાર લોકો હાજર રહ્યા હતા.

શું છે મામલો?

હકીકતમાં આજે નવાબ મલિકે સમીર વાનખેડે વિશે નવું ટ્વિટ કરી છે. નવાબ મલિકે સમીર વાનખેડેના પહેલા લગ્નના નિકાહનામા રજૂ કર્યા છે. મલિકે દાવો કર્યો છે કે નિકાહનામામાં સમીરનું નામ ‘સમીર દાઉદ વાનખેડે’ લખવામાં આવ્યું છે. નવાબ મલિકે દાવો કર્યો છે કે, “વર્ષ 2006માં, 7 ડિસેમ્બર, ગુરુવારે રાત્રે 8 વાગ્યે, સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરેશી વચ્ચે લગ્ન થયા હતા. આ લગ્ન મુંબઈના અંધેરી (વેસ્ટ)માં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં થયા હતા.

આ પણ વાંચો :ચંબલને ડાકુઓથી મુક્ત કરાવનાર ગાંધીવાદી નેતા ડૉ. એસ.એન. સુબ્બારાવનું અવસાન

જ્યારે મલિકના દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે સમીરની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું કે આ ખોટા છે. “સમીર અને હું જન્મથી હિન્દુ છીએ. અમે ક્યારેય બીજો કોઈ ધર્મ અપનાવ્યો નથી. અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. સમીરના પિતા પણ હિન્દુ છે, જેમણે મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા હતા. મારી સાસુ હવે આ દુનિયામાં નથી.

આ અગાઉ સમીર વાનખેડેએ શબાના કુરેશી સાથે લગ્નની વાત સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે વર્ષ 2016માં બંનેએ પરસ્પર સહમતિથી તલાક લીધા હતા. નવાબ મલિકના આરોપો પર જવાબ આપતા પ્રેસ રિલીઝ બહાર પાડી આ વાતની જાણકારી આપી હતી. સમીર વાનખેડેએ એવું પણ જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2017ના અંતમાં ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો :અમેરિકા પર ઈસ્લામિક સ્ટેટ છ મહિનામાં મોટો હુમલો કરી શકે છે,પેન્ટાગોને આપી ચેતવણી

આ પણ વાંચો : NIA કોર્ટે આપ્યો ચુકાદો ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં 9 દોષિત અને 1 નિર્દોષ

આ પણ વાંચો :અફઘાન મહિલાઓનો સવાલ, દુનિયા શા માટે આપણને ચૂપચાપ મરતા જોઈ રહી છે?