T20 World Cup/ બાંગ્લાદેશની ટીમ માટે આવ્યા ખરાબ સમાચાર, આ ખેલાડી થયો Injured

સૈફુદ્દીન પીઠનાં દુખાવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, જેના કારણે હુસૈનને સ્થાન આપવામાં આવ્યું હતું. હુસૈન 20 T20 સહિત 159 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.

Sports
સંકટમાં બાંગ્લાદેશ ટીમ

T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશે ઈજાગ્રસ્ત મોહમ્મદ સૈફુદ્દીનની જગ્યાએ ઝડપી બોલર રુબેલ હુસૈનને ટીમમાં સામેલ કર્યો છે. T20 વર્લ્ડકપની ટેકનિકલ કમિટીએ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પહેલા આ ફેરફારને મંજૂરી આપી દીધી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોવિડ-19 સંબંધિત આઇસોલેશન સિસ્ટમને કારણે ટીમોને વધારાનાં ખેલાડીઓ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને રુબેલ પણ રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે હતો.”

મોહમ્મદ સૈફુદ્દીન

આ પણ વાંચો – T20 World Cup / ચાલુ શો દરમિયાન એન્કરે શોએબ અખ્તરને કહ્યુ Get Out, જુઓ Video

સૈફુદ્દીન પીઠનાં દુખાવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, જેના કારણે હુસૈનને સ્થાન આપવામાં આવ્યું હતું. હુસૈન 20 T20 સહિત 159 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. ખેલાડી બદલવા માટે ટૂર્નામેન્ટની ટેકનિકલ કમિટીની મંજૂરી લેવી જરૂરી છે. આ પછી જ ખેલાડી સત્તાવાર રીતે ટીમ સાથે જોડાઈ શકશે. આપને જણાવી દઈએ કે, બાંગ્લાદેશની ટીમ 27 ઓક્ટોબરે એટલે કે આજે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રભાવશાળી જીત સાથે તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.

ગ્રુપ Iની આ મેચમાં ઈંગ્લેન્ડનો દબદબો રહેશે, પરંતુ બાંગ્લાદેશની ટીમ ઉપ-મહાદ્વીપની સ્થિતિમાં રમવાનો વધુ સારો અનુભવ ધરાવે છે. બાંગ્લાદેશની ટીમ આ ફોર્મેટનાં વર્લ્ડકપમાં પોતાનો રેકોર્ડ સુધારવા માંગશે. ટીમ 2007 થી માત્ર સાત મેચ જીતી શકી છે, જેમાં ટેસ્ટ રમતા દેશ (વેસ્ટ ઈન્ડિઝ) સામે માત્ર એક જ સફળતા મળી છે.

રુબેલ હોસેન

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની બેક ટૂ બેક જીત બાદ Points Table માં થયો ફેરફાર, ભારત-ન્યૂઝીલેન્ડની વધી મુસિબત

ICC T20 વર્લ્ડ કપ, બાંગ્લાદેશની ટીમઃ સૌમ્ય સરકાર, મોહમ્મદ નઈમ, મહમુદુલ્લાહ (કેપ્ટન), શાકિબ અલ હસન, અફીફ હુસૈન, શમીમ હુસૈન, મહેદી હસન, રૂબેલ હુસૈન, મુશફિકુર રહીમ, લિટન દાસ, નુરુલ હસન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, શરીફુલ ઈસ્લામ, નસુમ અહેમદ.