SRH Vs MI LIVE/ SRH vs MI IPL 2024 Live: સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રને હરાવ્યું

આજે IPL 2024માં આઠમી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે ટૂર્નામેન્ટની આ બીજી મેચ છે.

Top Stories Sports
YouTube Thumbnail 18 3 SRH vs MI IPL 2024 Live: સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રને હરાવ્યું

આજે IPL 2024માં આઠમી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે ટૂર્નામેન્ટની આ બીજી મેચ છે. આ પહેલા બંને ટીમોને પોતપોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મુંબઈ ઈન્ડિયન્સ અને હૈદરાબાદ પોતાની પહેલી જીતની રાહ જોઈ રહ્યા છે. મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે આજની મેચ ખૂબ જ ખાસ રહેવાની છે. રોહિત શર્મા મેદાનમાં ઉતરતાની સાથે જ તેના નામે એક વિશેષ સિદ્ધિ નોંધાઈ જશે. રોહિત મુંબઈ ઈન્ડિયન્સ માટે આવું કરનાર પ્રથમ ખેલાડી બનશે.

SRH vs MI IPL 2024 Live:

11:20 PM SRH vs MI Live Updates: હૈદરાબાદે મેચ જીતી લીધી
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રને હરાવ્યું છે. 278 રનનો પીછો કરતા મુંબઈની ટીમ 5 વિકેટ ગુમાવીને 246 રન બનાવી શકી . મુંબઈ તરફથી તિલક વર્માએ સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી.

10:16  PM SRH vs MI Live Updates: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પાંડ્યા 20  બોલમાં 24 રન કરીને આઉટ 

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પાંડ્યા 20  બોલમાં 24 રન કરીને આઉટ થયા છે. મુંબઇ ઇન્ડિંયન્સના 5 વિકેટના નુકસાન પર 231 રન.

10:49 PM SRH vs MI Live Updates:  તિલક વર્મા આઉટ
મુંબઈ ઈન્ડિયન્સની ચોથી વિકેટ પડી છે. તિલક વર્મા 64 રન બનાવીને આઉટ થયા . મુંબઈનો સ્કોર 182/4

10:30 PM SRH vs MI Live Updates: નમન ધીર આઉટ
મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી છે. નમન ધીર 30 રન બનાવીને આઉટ થયા હતા. જયદેવ ઉનડકટ હૈદરાબાદને આ સફળતા અપાવી છે. મુંબઈનો સ્કોર 150/3

09:57 PM SRH vs MI Live Updates: મુંબઈને બીજો ફટકો લાગ્યો છે
રોહિત શર્માના રૂપમાં મુંબઈ ઈન્ડિયન્સને વધુ એક મોટો ફટકો પડ્યો છે. રોહિત શર્મા 26 રન બનાવીને આઉટ થયો હતો. પેટ કમિન્સ હૈદરાબાદને આ સફળતા અપાવ્યો. મુંબઈનો સ્કોર 66/2

09:51 PM  SRH vs MI લાઈવ અપડેટ્સ: ઈશાન કિશન આઉટ
મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ પડી ગઈ છે. ઈશાન કિશન 34 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈનો સ્કોર 56/1

09:50 PM SRH vs MI Live Updates: મુંબઈની ઝડપી શરૂઆત
હૈદરાબાદ બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ પણ પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવી છે.

09:23 PM SRH vs MI Live Updates: હૈદરાબાદની ટીમે 3 વિકેટ પર 277 રન કર્યા 

હૈદરાબાદની ટીમે 3 વિકેટ પર 277 રન કર્યા છે. અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમને 278 રનનો લક્ષાંક આપ્યો છે.

09:09 PM SRH vs MI Live Updates: ક્લાસને અડધી સદી ફટકારી
હેનરિચ ક્લાસેન આ મેચમાં અડધી સદી ફટકારનાર સનરાઇઝર્સ હૈદરાબાદનો ત્રીજો બેટ્સમેન છે. ક્લાસને માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. હૈદરાબાદનો સ્કોર 243/3

08:38  PM SRH vs MI Live Updates: હૈદરાબાદની ટીમને વધુ એક ઝટકો

હૈદરાબાદની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. અભિષેક શર્મા 23 બોલમાં 63 રન કરીને આઉટ થયા છે. હૈદરાબાદ ટીમના 3 વિકેટના નુકસાન પર 174 રન

08:19 PM SRH vs MI Live Updates: હૈદરાબાદની બીજી વિકેટ પડી છે.

હૈદરાબાદની બીજી વિકેટ પડી છે. ટ્રેવિસ  હેડ 24 બોલમાં 62 કરીને આઉટ થયા છે. હૈદરાબાદની ટીમના 2 વિકેટ પર 120 રન થયા છે.

07:56 PM SRH vs MI Live Updates: હૈદરાબાદની ટીમને શરૂઆતમાં સૌથી મોટો ઝટકો 

હૈદરાબાદની ટીમને શરૂઆતમાં સૌથી મોટો ઝટકો લાગ્યો છે. હૈદરાબાદના મયંક આગ્રવાલ 13 બોલમાં 11 રન  કરીને આઉટ થયા છે. અને હૈદરાબાદની ટીમના 1 વિકેટના નુૂકસાન પર 54 રન થયા છે. 54/1

07:35 PM SRH vs MI Live Updates: હૈદરાબાદની બેટિંગ શરૂ
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ટીમની ઓપનિંગ જોડી મયંક અગ્રવાલ અને ટ્રેવિસ હેડ પીચ  પર હાજર છે.

07:10 PM SRH vs MI Live: સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
સનરાઇઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટમાં), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.

07:09 PM SRH vs MI Live: મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, ક્વિના મફાકા.

07:02 PM  SRH vs MI Live: મુંબઈએ ટોસ જીત્યો
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

06:26 PM SRH vs MI IPL 2024 Live: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ
સનરાઈઝર્સ હૈદરાબાદઃ પેટ કમિન્સ (કેપ્ટન), અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરામ, ટ્રેવિસ હેડ, વાનિન્દુ હસરાંગા, માર્કો યાનસન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી. નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ, જથવેદ સુબ્રમણ્યન

06:25 PM SRH vs MI IPL 2024  Live: મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, ટિમ ડેવિડ, શ્રેયસ ગોપાલ, ઈશાન કિશન, અંશુલ કંબોજ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, ક્વેના મફાકા, મોહમ્મદ નબી, શમ્સ મુલની , નમન ધીર, શિવાલિક શર્મા, રોમારિયો શેફર્ડ, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા, તિલક વર્મા, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, લ્યુક વૂડ, સૂર્યકુમાર યાદવ.

06:24 PM SRH vs MI Live: હૈદરાબાદની પિચ કેવી રીતે ચાલશે?
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ તેની સપાટ સપાટી માટે જાણીતી છે. સ્પિનરોને અહીં ઘણી મદદ મળે છે. ઝાકળના પરિબળને કારણે, અહીં જે પણ ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનું જોઈ શકે છે.

06:22 PM SRH vs MI Live: હૈદરાબાદ-મુંબઈમાં જોરદાર ટક્કર
પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ આજે એકબીજા સામે ટકરાશે.

રોહિત શર્મા ઇતિહાસ રચશે

સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. આ મેચમાં લાખો ચાહકોની નજર રોહિત શર્મા પર ટકેલી છે. વાસ્તવમાં આ મેચ રોહિત શર્મા માટે ખૂબ જ ખાસ છે. રોહિત શર્મા આજે મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની 200મી મેચ રમવા જઈ રહ્યો છે. રોહિત મુંબઈ ઈન્ડિયન્સ માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બનશે. રોહિત શર્મા લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ માટે ક્રિકેટ રમી રહ્યો છે. રોહિત ઘણા વર્ષો સુધી મુંબઈની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે. પોતાની કેપ્ટનશિપમાં રોહિતે મુંબઈને 5 વખત IPL ચેમ્પિયન પણ બનાવ્યું છે.

 

મુંબઈ તરફથી રમતા રોહિતના આંકડા

રોહિત શર્માએ મુંબઈ તરફથી રમતા 5054 રન બનાવ્યા છે. જેમાં તેના નામે 34 અડધી સદી અને 3 સદી છે. રોહિત શર્મા IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ખૂબ જ પ્રભાવશાળી આંકડા ધરાવે છે. રોહિતને આ બંને ટીમો સામે બેટિંગ પસંદ છે. રોહિતે આઈપીએલમાં પણ આ બંને ટીમો સામે ઘણા રન બનાવ્યા છે. રોહિતે CSK અને KKR સામે 13 અડધી સદી ફટકારી છે.

રોહિત શર્મા અત્યાર સુધી IPLમાં 244 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 4805 રન પોતાના નામે કર્યા છે. આ દરમિયાન તેણે 42 અડધી સદી અને એક સદી ફટકારી છે. રોહિતે IPL 2024માં પણ સારી શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં રોહિતે ગુજરાત સામે 45 રનની તોફાની ઇનિંગ રમી હતી. હવે ચાહકો ભવિષ્યમાં પણ રોહિત પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ