Not Set/ મહિલા અધિકાર માટે લડતી સમર બાદાવીને લઈને કેનેડા અને સાઉદી અરબ વચ્ચે સંબંધ વણસ્યા

મહિલા અધિકારો માટે લડનાર સમાજસેવિકા સમર બાદાવી  લઈને કેનેડા અને સાઉદી અરબ વચ્ચે સંબંધો ખટરાગ ઉભો થયો છે. જેના કારણે કેનેડા અને સાઉદી અરબ વચ્ચે તણાવભર્યો માહોલ સર્જાયો છે. આ તનાવભર્યો માહોલ બનવા પાછળનું કારણ છે સમર બાદાવી છે. સમર બાદાવી એક સમાજસેવિકા છે જે મહિલા અધિકારો માટે લડત આપે છે.સમર બાદાવી સાઉદી અરબનાં નિયમ જે […]

Top Stories World
17155131 303 મહિલા અધિકાર માટે લડતી સમર બાદાવીને લઈને કેનેડા અને સાઉદી અરબ વચ્ચે સંબંધ વણસ્યા

મહિલા અધિકારો માટે લડનાર સમાજસેવિકા સમર બાદાવી  લઈને કેનેડા અને સાઉદી અરબ વચ્ચે સંબંધો ખટરાગ ઉભો થયો છે. જેના કારણે કેનેડા અને સાઉદી અરબ વચ્ચે તણાવભર્યો માહોલ સર્જાયો છે. આ તનાવભર્યો માહોલ બનવા પાછળનું કારણ છે સમર બાદાવી છે.

સમર બાદાવી એક સમાજસેવિકા છે જે મહિલા અધિકારો માટે લડત આપે છે.સમર બાદાવી સાઉદી અરબનાં નિયમ જે પુરુષોનો મહિલા પર ગાર્ડિયનશીપ લેવાનો હક આપે છે એનાં વિરુદ્ધ લડે છે. આ જ 33 વર્ષીય અમેરિકી સમાજસેવિકા સમર બાદાવીને લઈને બે દેશો વચ્ચે માહોલ વિપરીત થઇ ગયો છે. સમર બાદાવીને 2012માં ઇન્ટરનેશનલ વુમેન ઓફ કરેજ અવોર્ડ મળ્યો હતો.

02280558 e1533731857864 મહિલા અધિકાર માટે લડતી સમર બાદાવીને લઈને કેનેડા અને સાઉદી અરબ વચ્ચે સંબંધ વણસ્યા

કેનેડાનાં વિદેશમંત્રી ક્રિસ્ટીયા ફ્રીલૈંડએ બીજી ઓગસ્ટના રોજ એક ટ્વીટ કર્યું હતું. જેમાં એમણે લખ્યું હતું કે, ‘અમે ખૂબ ચિંતામાં છીએ કે રૈફ બાદાવીની બહેન સમર બાદાવીને સાઉદી અરબમાં કેદ કરી લેવામાં આવી છે. આવાં કઠીન સમયમાં કેનેડા બાદાવી પરિવારની સાથે છે અને અમે રૈફ અને સમર બાદાવીની આઝાદીની માંગ કરીએ છીએ.’

કેનેડાના વિદેશ મંત્રીનાં આ ટ્વીટ બાદ બંને દેશો વચ્ચેની સ્થિતિ વણસી ગઈ હતી. બંને દેશો વચ્ચે હવાઈ સેવા બંધ થઇ ગઈ છે અને એક રાજનૈતિક સંકટ ઉભું થઇ ગયું છે.

કેનેડાનાં વિદેશ નીતિ વિભાગે સમરની આઝાદીને લઈને ટ્વીટ લખ્યું હતું કે, ‘કેનેડા સિવિલ સોસાયટી અને મહિલા અધિકારોની વાત કરનારી સમાજસેવિકા સમર બાદાવીની ધરપકડને લઈને ચિંતિત છે. અમે સાઉદી અધિકારીઓને સમર અને બીજી સમાજસેવિકાઓને આઝાદ કરવા માટે નિવેદન કરીએ છીએ.’

કેનેડાનાં આ ટ્વીટ ઉપર સાઉદી અરબના વિદેશ મંત્રાલયનો વળતો જવાબ આવ્યો કે, આ સાઉદી રાજ્યનું અપમાન છે અને આના માટે કડક પ્રતિક્રિયાની જરૂર છે જેથી ભવિષ્યમાં કોઈ સાઉદીની સાર્વભૌમત્વમાં હસ્તક્ષેપ કરવાની હિંમત ન કરી શકે.

fe4bbe81600a40063594e597e00eb05b L e1533731922368 મહિલા અધિકાર માટે લડતી સમર બાદાવીને લઈને કેનેડા અને સાઉદી અરબ વચ્ચે સંબંધ વણસ્યા

એના તુરંત બાદ સાઉદી સરકારે પગલાં ભર્યા અને કેનેડાનાં રાજદૂતને રિયાધ છોડવા માટે 24 કલાકનો સમય આપ્યો. ઉપરાંત સાઉદી સરકારે ઓટાવાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધો અને બધા વેપાર અને નિકાસ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટને અટકાવી દીધા છે.

સાઉદી સરકારે કેનેડામાં રહેતા પંદર હજાર સાઉદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અટકાવી દીધી છે. આ સાથે જ સાત હજાર પરિવારોને બીજા દેશોમાં જઈને વસવા માટેનો આદેશ આપી દીધો છે. કેનેડા અને સાઉદી અરબ વચ્ચે સેન્ય ટ્રકોને લઈને એક કોન્ટ્રકટ ચાલી રહ્યો હતો જે અંતર્ગત કેનેડાએ પંદર હજાર મિલિયન અમેરિકી ડોલર સામે સાઉદી સરકારને આર્મ્ડ ટ્રક વેચવાનાં હતા.

પરંતુ કેનેડામાં નવી સરકાર બન્યા પછી જસ્ટિન ટ્રૂડોએ તેમની આલોચનાની વિરુદ્ધમાં પગલું ભર્યું છે, જે એક તાનાશાહી સરકારને આર્મ્ડ ગાડીઓ આપવાની સાથે જોડાયેલા છે.

કેનેડાના ઇતિહાસમાં આ એક સૌથી મોટો ઉત્પાદનની સાથે જોડાયેલો સોદો હતો, જેના કારણે ત્રણ હજાર નવી નોકરીઓ ઉભી થઈ શકતી હતી. પરંતુ બંને દેશો વચ્ચેના આવા સંબંધોને કારણે આ સમજૂતીનું ભવિષ્ય સ્પષ્ટ નથી.