Not Set/ રાજકોટના રાજમાર્ગો પર તા.14મીએ તિરંગા યાત્રાઃ કલેકટર તંત્રનું આયોજન

રાજકોટ, આગામી તા.15 આેગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પહેલા માહોલ ઉભો કરવા રાજકોટના વિવિધ મુખ્યમાર્ગો પરથી તિરંગા યાત્રા નીકળશે અને તેનું આયોજન રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તા.14 ના રોજ 74 બાઈકસવારો સહિત 148 ની તિરંગા યાત્રા કાઢવામાં આવશે. બાઈકમાં પાછળના ભાગે બેઠેલી વ્યક્તિ પાસે અશોક […]

Top Stories Gujarat Rajkot
This Image is Symbolic Image which is Downloaded from Internet રાજકોટના રાજમાર્ગો પર તા.14મીએ તિરંગા યાત્રાઃ કલેકટર તંત્રનું આયોજન

રાજકોટ,

આગામી તા.15 આેગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પહેલા માહોલ ઉભો કરવા રાજકોટના વિવિધ મુખ્યમાર્ગો પરથી તિરંગા યાત્રા નીકળશે અને તેનું આયોજન રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તા.14 ના રોજ 74 બાઈકસવારો સહિત 148 ની તિરંગા યાત્રા કાઢવામાં આવશે. બાઈકમાં પાછળના ભાગે બેઠેલી વ્યક્તિ પાસે અશોક ચક્ર વગરનો તિરંગો ધ્વજ હશે.

રેલીનું પ્રસ્થાન કયાંથી કરાવવું અને રૂટમાં કયાં માર્ગનો સમાવેશ કરવો તે નક્કી કરવા આજે સાંજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ત્રણેય પ્રાંત અધિકારીઆે, જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, એનસીસીના અધિકારીઆે, પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના અધિકારીઆે ઉપસ્થિત રહેશે.

તિરંગા યાત્રાનું સમાપન થયા બાદ રાત્રે ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે.