Not Set/ ગણેશ ચતુર્થીને લઈને PoP ની મૂર્તિ અંગે કર્ણાટક પોલ્યુશન બોર્ડનો મહત્વનો નિર્ણય

ગણેશચતુર્થીને લઈને કર્ણાટક પોલ્યુશન બોર્ડનો મહત્વનો નિર્ણય, PoP ની ગણેશ મૂર્તિઓ પર પ્રતિબંધ અને સાથેસાથે માટીની મૂર્તિઓને લઈને પણ આપ્યા કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. ગણેશચતુર્થીનો તહેવાર થોડા સમયમાં આવશે અને લોકો જય ગણેશનાં નારા સાથે ઝૂમી ઉઠશે ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિઓ મોટા પાયે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરમાં અથવા સોસાયટીમાં અથવા કોઈ મંડળ દ્વારા […]

Top Stories India
ganesh statue anant ગણેશ ચતુર્થીને લઈને PoP ની મૂર્તિ અંગે કર્ણાટક પોલ્યુશન બોર્ડનો મહત્વનો નિર્ણય

ગણેશચતુર્થીને લઈને કર્ણાટક પોલ્યુશન બોર્ડનો મહત્વનો નિર્ણય, PoP ની ગણેશ મૂર્તિઓ પર પ્રતિબંધ અને સાથેસાથે માટીની મૂર્તિઓને લઈને પણ આપ્યા કેટલાક નિયમો આપવામાં આવ્યા છે.

ગણેશચતુર્થીનો તહેવાર થોડા સમયમાં આવશે અને લોકો જય ગણેશનાં નારા સાથે ઝૂમી ઉઠશે ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિઓ મોટા પાયે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરમાં અથવા સોસાયટીમાં અથવા કોઈ મંડળ દ્વારા બેસાડવામાં આવે છે.

ગણેશ મૂર્તિઓ માટે લોકો મોટે ભાગે પ્લાસ્ટર ઓફ પેરીસની (PoP) મૂર્તિ પસંદ કરે છે કારણકે એ વજનમાં હળવી હોય છે અને એમાં વેરાયટી પણ ઘણી બધી જોવા મળે છે, પરંતુ આ મૂર્તિ પર્યાવરણ માટે હાનિકારક છે. માટીની મૂર્તિઓ વાપરવા માટે લોકોને આગ્રહ કરવામાં આવે છે. પણ માટીની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિની સરખામણીએ મોંઘી હોય છે. કર્ણાટક પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (KPCB) એ નિર્ણય લીધો છે કે આ વર્ષે પણ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પર બેન લગાડવામાં આવશે અને સાથે સાથે જ માટીની મૂર્તિઓ માટે પણ ગાઈડલાઈન્સ જાહેર થશે.

news 17 karnataka pollution board e1533732987652 ગણેશ ચતુર્થીને લઈને PoP ની મૂર્તિ અંગે કર્ણાટક પોલ્યુશન બોર્ડનો મહત્વનો નિર્ણય

એક સિનિયર ઓફિસરે કહ્યું હતું કે, 2016થી PoP મૂર્તિઓ પર પ્રતિબંધ છે. વર્ષ 2017માં 85% બેન લગાવામાં તેઓ સફળ રહ્યા હતા અને તેઓની આશા છે કે આ વર્ષે પણ તેઓ સફળ રહેશે. વધુમાં એમણે જણાવ્યું કે KPCB એ નક્કી કર્યું છે કે માટીની મૂર્તિની હાઈટ પાંચ ફૂટથી વધુ નહિ રાખી શકાય.

KPCB લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસ કરશે જેથી તે લોકોને સમજાવી શકે કે PoP ની મૂર્તિથી પર્યાવરણને કેટલું નુકશાન થાય છે. રીપોર્ટ અનુસાર વર્ષ 2017માં કર્ણાટકમાં ચાર લાખ મૂર્તિઓ પાણીમાં વહેતી થઇ હતી જેમાંથી એક લાખ જેટલી મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરીસની બનેલી હતી. કર્ણાટક સરકાર હવે આ બાબતે ગ્રીન વોચડોગ રાખવાની છે.

તમને જણાવી દઈએ કે PoP ની મૂર્તિઓ પાણીમાં ઓગળવા માટે ત્રણ થી ચાર મહિનાનો સમય લે છે જે એક પર્યાવરણની ચિંતાનો વિષય છે.