online game/ કાનપુરમાં ક્રુરતાની હદ વટાવતી ઘટના

સગીરે કહ્યું એ છ દિવસ નરકથી ઓછા ન હતા

Top Stories India
Beginners guide to 2024 05 07T153723.265 કાનપુરમાં ક્રુરતાની હદ વટાવતી ઘટના

Uttarpradesh News : કાનપુરમાં ઓનલાઈન ગેમ રમવા માટે 20 હજારને બદલે 50 હજાર રૂપિયા વસૂલવાના કેસમાં પિડીતાએ હવે આરોપીની ક્રુરતાની વાત સંભળાવી છે. પિડીતાનું કહેવું છે કે તે છ દિવસ નરકથી ઓછ ન હતા. આખો દિવસ આરોપીઓ તેને માર મારતા હતા જેને કારણે તે બેભાન થઈ જતો હતો.. બાદમાં આરોપીઓ પાણી છાંટીને ભાનમાં લાવીને ફરીથી મારઝુડ કરતા હતા.

તાજેતરમાં કાનપુરમાં એક વિદ્યાર્થીનો મારપીટનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. જેમાં કેટલાક યુવાનો  પૈસા વસુલવા માટે ખરાબ રીતે માર મારતા નજરે ચડે છે. આરોપીઓને તેનાથી સંતોષ ન થતા  તેમણે બળજબરીપુર્વક સગીર વિદ્યાર્થીના પ્રાઈવેટ પાર્ટ પર ઈંટ બાંધીને વીડિયો વાયરલ કર્યો હતો.

પોલીસે આરોપીઓને ઝડપી લેતા વિદ્યાર્થી પર આચરવામાં આવેલી ક્રુરતા તમને હચમચાવી દેશે. કાનપુરના કાકદેવ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીએ  પોલીસને કહ્યું કે આરોપીઓની ચુંગાલમાં ગાળેલા છ દિવસ નરકથી ઓછા ન હતા. તેને બચશે નહી એમ લાગ્યું હતું. આ યુવક એરફોર્સમાં ભરતીની તૈયારી માટે કાનપુર આવ્યો હતો અને ભાડાના રૂમમાં રહેતો હતો.

આ સગીરે વધુમાં કહ્યું કે પૈસા વસુલવા આરોપી યુવક તેને બેભાન થઈ જાય ત્યાં સુધી મારતો હતો. બેભાન થઈ જાય ત્યારે પાણી છાંટીને ભાનમાં વાલીને ફરીથી લાતો અને મુક્કાથી માર મારતો હતો.

પિડીતે પોલીસને કહ્યું હતું કે આરોપીઓએ તેને 20 એપ્રિલે ઓનલાઈન ગેમ રમવાની લાલચ આપીને તેને રૂ. 20,000 આપ્યા હતા. એકવાર જીત્યા પછી તેણે તે પૈસા ફરીથી ગેમમાં રોક્યા હતા. બાદમાં પિડીતે મોટી રકમ ગેમમાં ગુમાવી હતી. બાદમાં આરોપીઓએ તેની પાસે 50 હજાર રૂપિયાની માંગણી કરીને તારે ગમે તેમ કરીને પૈસા આપવા પડશે, કહ્યું હતું. પિડીત પૈસા ન ચુંકવી શકતા  આરોપીઓએ 21 એપ્રિલથી 26 એપ્રિલ સુધી એક રૂમમાં બંધ કરી તેને ઢોરની જેમ માર માર્યો હતો.

 વધુમાં પિડીતે કહ્યું કે આરોપીઓ તેને પ્લેટોથી માર મારતા હતા. તેનાથી પણ સંતોષ ન થતા  તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈંટો મુકીને વીડિયો બનાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે આરોપીઓએ અલગ અલગ ટુકડામાં 31 વિડિયો બનાવ્યા હતા. આરોપીઓએ મારપીટ સાથે દુષ્કર્મ કર્યું હોવાનો પણ પિડીતો દાવો કર્યો હતો. પરંતુ પીસે તેમની સામે કઈપણ કલમ હેઠળ ગુનો નોંધ્યો નથી.

પોલીસે આ મામલામાં 11 આરોપી સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી છ આરોપીની ધરપકડ કરી હતી. કાનપુર ડીસીપી સેન્ટ્રલ આરએસ ગૌતમે કહ્યું હતું કે અન્ય આરોપીઓને પકડવા વિવિધ ટીમો બનાવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ