indian economy/ ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશેઃ મોર્ગન સ્ટેન્લી

ભારતનો જીડીપી આગામી દસ વર્ષમાં હાલના 3.4 લાખ કરોડથી બમણા ઉપરાંત થઈ 8.5 લાખ કરોડ ડોલર થશે, એમ મોર્ગન સ્ટેન્લીના ચીફ ઇકોનોમિસ્ટ ચેતન અહ્યાએ જણાવ્યું છે

Top Stories India
indian economy ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશેઃ મોર્ગન સ્ટેન્લી
  • ભારતે અમેરિકા અને ચીનને વટાવવા દર વર્ષે તેના જીડીપીમાં 400 અબજ ડોલર ઉમેરવા પડશે
  • જીએસટી, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને પીએલઆઇ સ્કીમ મોટાપાયા પર નીતિગત ફેરફાર સૂચવે છે
  • વૈશ્વિક કંપનીઓના સપ્લાય ચેઇનના વૈવિધ્યીકરણનો ભારતને ફાયદો મળશે

નવી દિલ્હીઃ ભારતની આર્થિક નીતિમાં (Economic policy)  નીતિગત ફેરફારના લીધે રોકાણને (Investment) વેગ મળતા, ડેમોગ્રાફિક ફાયદા અને પબ્લિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Public digital infrastructure) પાછળ જંગી ખર્ચના લીધે ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે,એવી આગાહી મોર્ગન સ્ટેન્લીએ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતનો હાલનો જીડીપી (GDP)3.4 લાખ કરોડ ડોલર આગામી દસ વર્ષમાં વધીને 8.5 લાખ કરોડ ડોલર થઈ જશે. આ માટે ભારતે દર વર્ષે તેના જીડીપીમાં 400 અબજ ડોલર ઉમેરવા પડશે. આ ઝડપે જ ભારત અમેરિકા અને ચીનને વટાવી શકશે, એમ મોર્ગન સ્ટેન્લીના (Morgan stanely) ચીફ ઇકોનોમિસ્ટ ચેતન અહ્યાએ ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં લખ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક અને વૈશ્વિક પરિબળ સાનુકૂળ રહેવાની સાથે નીતિગત વલણમાં ફેરફાર ઉપરાંત રોકાણને વેગની સાથે તેનું સમાન ધોરણે વિતરણની સાથે રોજગાર સર્જન ભારતને ત્રીજા નંબરનું અર્થતંત્ર (Economic policy) બનાવવામાં મદદ કરશે.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં જીએસટીના સ્વરૂપમાં કરવામાં આવેલો કરસુધારો, કોર્પોરેટ ટેક્સમાં (Corporate tax)નોંધપાત્ર ઘટાડો અને પ્રોડકશન ઇન્સેન્ટિવ્સ સ્કીમ્સ (PLI) સરકારના નીતિગત વલણમાં આવેલા ફેરફારનું પ્રતિબિંબ પાડે છે.

બહુઆયામી વિશ્વમાં કંપનીઓ સપ્લાય ચેઇનનું વૈવિધ્યીકરણ કરી રહી છે ત્યારે ભારત સ્વાભાવિક પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. ભારત એવા તબક્કામાં પ્રવેશ્યું છે જ્યાં આવક ઊંચા બેઝના લીધે ઝડપી દરે વધશે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતને 1991થી 3 લાખ કરોડ ડોલરના જીડીપીએ પહોંચ્યા 31 વર્ષ લાગ્યા. અમારા અંદાજ મુજબ ભારતના જીડીપીમાં બીજા ત્રણ લાખ ડોલરના વધારામાં ફક્ત સાત જ વર્ષ લાગશે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે ભારત અને અન્ય દેશો વચ્ચે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરના (digital infrastructure) મોરચે મહત્વના પાસા પર ધ્યાન દોર્યુ હતુ. ભારતે આધારના આધારે પબ્લિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર (public digital infrastructure) બનાવ્યું છે. જ્યારે બીજા અર્થતંત્રોએ પ્રાઇવેટ નેટવર્ક રુટ અપનાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાહકો અને કારોબાર બંનેને કોસ્ટ ઓફ ડુઇંગ બિઝનેસ તથા ઇઝ ઓફ ડુઇઁગ બિઝનેસમાં અત્યંત મહત્વનો ફાળો આપી રહ્યુ છે. તેમણે આ સંદર્ભમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી)નું ઉદાહરણ આપ્યું હતું, જેને ઇ-કોમર્સમાં યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)ની સમકક્ષ માનવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત આજે જ્યાં છે ત્યાં ચીન 15 વર્ષ પહેલા 2007માં હતુ. પણ આજે ભારત યુવાન છે. સરેરાશ ભારતીયની વય ચીનના નાગરિકની સરેરાશ વય કરતાં 11 વર્ષ ઓછી છે. આમ ભારતમાં કામ કરનારાની વસ્તી વધી રહી છે. આ બાબત ભારત માટે પ્લસ પોઇન્ટ છે.

આ પણ વાંચો

Elon Musk Tesla/ મસ્કે ટેસ્લાના 4 અબજ ડોલરના શેર વેચ્યા, અગાઉ 15.5 અબજ ડોલરના શેર વેચ્યા

Tripple Accident/ કવાડીયા ગામના પાટીયા નજીક અમદાવાદ-કચ્છ હાઇ-વે પર ત્રીપલ અકસ્માત