Covid-19/ નામશેષ થવા તરફ કોરોના, આજે આવ્યા ફક્ત આટલા જ કેસ, મોતની સંખ્યા રહી આટલી

વિશ્વભરમાં કોરોનાનાં ઉપાડા વચ્ચે ગુજરાત માટે થોડા દિવસોમાં જ કહી શકાશે કે “એક થા કોરોના” સાચી અને સારી વાત છે અને આ વાતને કોરોનાનાં રોજેરોજ આવતા આંકડા પુષ્ટી પણ આપી રહ્યા છે.

Top Stories Gujarat
corona666 નામશેષ થવા તરફ કોરોના, આજે આવ્યા ફક્ત આટલા જ કેસ, મોતની સંખ્યા રહી આટલી

વિશ્વભરમાં કોરોનાનાં ઉપાડા વચ્ચે ગુજરાત માટે થોડા દિવસોમાં જ કહી શકાશે કે “એક થા કોરોના” સાચી અને સારી વાત છે અને આ વાતને કોરોનાનાં રોજેરોજ આવતા આંકડા પુષ્ટી પણ આપી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની ગતી મંદીતો પડી જ છે, પરંતુ કોરોના એક સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ જોવામાં આવી રહ્યો છે. દુનિયામાં કોરોનાનાં કકડાટ વચ્ચે ભારત માટે ધીમા પણ મક્કમતા સાથેનાં સારા સમાચાર આવી રહ્યા છે તો ગુજરાતમાં તો કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે આજે સામે આવેલા કોરોનાનાં આંકડાની તો….

India detects 9 more cases of new mutated Covid-19 strain, total reaches 38  - Coronavirus Outbreak News

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 583 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

New coronavirus strain India cases UK COVID19 mutant | India News – India TV

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  792 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 242164 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 7226 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 7226 એકટિવ  કેસમાંથી 56 વેન્ટીલેટર પર છે, જ્યારે 7170 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

6 New Cases Of UK Mutant Strain In India, Total 96 Cases So Far

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 583 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 253744  પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4354 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

Number of People Tested Positive For New Coronavirus Strain in India Jumps  to 82

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ‍રાજયભર‍માંથી‍ આજે 792 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકારી રેટ 95.44 થયો છે.  રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ ‍‍‍‍242164 દદીઓ‍એ‍ કોરોનાને ‍મ્હાત‍ આપી છે.‍

How much more contagious is the new strain of COVID B117 detected in the  UK? - ABC News

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 477229 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 477116 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 113 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…