AMBAJI RAIN/ યાત્રાધામ અંબાજીમાં મતદાતાઓને મતદાન કરવા રાહત કરી આપતો વરસાદ

યાત્રાધામ અંબાજીમાં ભરગરમીમાં મતદાન કરવા ક્યાં જવું તેવી ભક્તોની પોકાર સાંભળી લેતા હોય તે મા અંબાજીના ધામમાં ભરબપોરે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

Gujarat Others
Beginners guide to 21 5 યાત્રાધામ અંબાજીમાં મતદાતાઓને મતદાન કરવા રાહત કરી આપતો વરસાદ

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભરગરમીમાં મતદાન કરવા ક્યાં જવું તેવી ભક્તોની પોકાર સાંભળી લેતા હોય તે મા અંબાજીના ધામમાં ભરબપોરે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ભરઉનાળ અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાનું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.

જો કે ધીમી ધારે પડેલા વરસાદના લીધે ખેડૂત વર્ગમાં નુકસાન થવાની ચિંતા છે. બીજી બાજુએ મતદાન કરવા જનારાઓએ રાહત અનુભવી છે. હવામાન જાણકાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. યાત્રાધામ અંબાજી પંથકમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ તૂટી પડ્યો હતો.

અંબાજી ઉપરાંત દાહોદ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ સવારથી જ વાદળછાયુ હતુ. વાદળછાયા વાતવરણના લીધે ગરમીનો પારો થોડો ઘટ્યો હોવાનો અનુભવ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ