Cricket/ સચિન-સેહવાગે ફરી બતાવી ધમાકેદાર બેટિંગ, 61 બોલમાં બનાવી દીધા 110 રન

જે સમયની દરેક ક્રિકેટ ચાહકો રાહ જોઇને બેઠા હતા તે ક્ષણ ત્યારે સામે આવી જ્યારે ક્રિકેટ મેદાનમાં સચિન-સેહવાગની વિસ્ફોટક ઇનિગ તેમને જોવા મળી.

Sports
Mantavya 110 સચિન-સેહવાગે ફરી બતાવી ધમાકેદાર બેટિંગ, 61 બોલમાં બનાવી દીધા 110 રન

જે સમયની દરેક ક્રિકેટ ચાહકો રાહ જોઇને બેઠા હતા તે ક્ષણ ત્યારે સામે આવી જ્યારે ક્રિકેટ મેદાનમાં સચિન-સેહવાગની વિસ્ફોટક ઇનિગ તેમને જોવા મળી. જણાવી દઇએ કે, રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-20 ની ચોથી મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સે બાંગ્લાદેશ લિજેન્ડ્સને 10 વિકેટથી હરાવી છે.

Cricket / એક ખાસ રેકોર્ડ છે ગિલક્રિસ્ટનાં નામે, પંતે સદી ફટકારી લીધી એન્ટ્રી

ક્રિકેટ ચાહકોને ફરી એકવાર સચિન અને સેહવાગની જોડીનો વિસ્ફોટક ઇનિંગ જોવા મળી હતી. આપને જણાવી દઇએ કે, બાંગ્લાદેશ લિજેન્ડ્સે પહેલા રમતા માત્ર 109 રન બનાવ્યા હતા, ત્યારબાદ સેહવાગ અને સચિને સાથે મળીને ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી ધમાલ મચાવી અને 11 ઓવરમાં જ લક્ષ્યને હાંસલ કર્યું હતું. ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી વીરેન્દ્ર સહેવાગનાં બેટે એકવાર ફરી કમાલ કરી બતાવ્યો જેના માટે તે જાણીતો હતો. જણાવી દઇએ કે, સેહવાગે 35 બોલમાં 80 રન બનાવ્યા અને તેંડુલકરે 26 બોલમાં 33 રન બનાવી ઈન્ડિયા લિજેન્ડ્સને 10 વિકેટથી સરળ જીત અપાવી દીધી હતી.

Cricket / ઈંગ્લેન્ડ ટીમે એકવાર ફરી ત્રીજી ટેસ્ટની અપાવી યાદ, તો શું ટીમ ઈન્ડિયા આજે કરશે પુનરાવર્તન?

બંને બેટ્સમેને બાંગ્લાદેશનાં બોલરોને જબરદસ્ત ધોલાઇ કરી હતી. ખાસ કરીને સેહવાગે તેના બેટથી એવા શોટ રમ્યા હતા, જે જોઈને ચાહકોને જૂના દિવસો યાદ આવ્યા હતા. સેહવાગે તેની ઇનિંગ્સમાં 10 ચોક્કા અને 5 છક્કા ફટકાર્યા હતા. વળી માસ્ટર બ્લાસ્ટરે 5 ચોક્કા ફટકાર્યા હતા. તેની ઇનિંગ દરમિયાન સેહવાગે પણ અપર કટથી એક ઉત્તમ સિક્સર ફટકારી હતી, જેને જોઇને નોન-સ્ટ્રાઇક પર ઉભેલા સચિન તેંડુલકર પણ આશ્ચર્યચકિત થયા હતા. વિસ્ફોટક પ્રહાર કરી રહેલા સેહવાગે તેની ઇનિંગ્સનાં પહેલા બોલ પર ચોક્કો ફટકાર્યો હતો અને દરેકને જુનો જમાનાનો અનુભવ કરાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, સચિને ખાતું પણ ખોલ્યું ન હતું ત્યાં સુધીમાં સેહવાગે 10 બોલમાં 22 રન બનાવી દીધા હતા. સેહવાગે 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આપને જણાવી દઈએ કે, સેહવાગનાં અપરકટથી સચિનની 2003 નાં વર્લ્ડ કપમાં અખ્તરનાં બોલ પર મારવામાં આવેલા અપરકટની દરેકને યાદ આવી ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ