Cricket/ માહીનો નવો લૂક આવ્યો સામે, જોઇને તમે પણ કહેશો વાહ

હવે માહી દેખાશે નવા લુક સાથે…

Sports
DANILIMDA 8 માહીનો નવો લૂક આવ્યો સામે, જોઇને તમે પણ કહેશો વાહ

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન અને ચેન્નઈ સુપર કિંગ્સનાં લીડર એમએસ ધોનીનો નવો લુક સામે આવ્યો છે. આઈપીએલ પહેલા ચાહકોને આ લૂક ખૂબ પસંદ આવે છે. ધોની 15 ઓગસ્ટ, 2020 નાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો, ત્યારબાદ તે આઈપીએલ રમતો જોવા મળ્યો હતો. માહી હંમેશાં તેના નવા લૂકને લઇને હેડલાઇન્સમાં રહે છે, ક્યારેક લાંબા વાળ તો ક્યારેક ટૂંકા વાળ હંમેશા માહી પર સેટ થાય છે.

એમએસ ધોનીએ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા પછી લાંબાવાળ હોવાને કારણે જબરદસ્ત નામ કમાવ્યું. તે પછી, તે વારંવાર તેનો લુક બદલતો રહ્યો. 2007 નું ટી-20 વર્લ્ડ કપ જીત્યા પછી પણ માહીએ લૂક બદલી નાંખ્યો હતો. વળી, માહીએ 2011 વર્લ્ડ કપ જીત્યા પછી માથું મુંડાવ્યું હતું. એમ.એસ. ધોની, કોઈપણ સ્ટાઇલ રાખે, ચાહકો તેને ખૂબ ગમાડે છે. હવે માહીનો નવો લૂક બહાર આવ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ધોનીનાં ફેન પેજ પર મૂકવામાં આવ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધોની એક એડ શૂટ માટે મુંબઇ ગયો હતો, જેના માટે તેણે પોતાની હેરસ્ટાઇલ બદલી હતી. આ વખતે તેનો લુક એકદમ અલગ છે, માહીએ દાઢી સાથે નાના વાળ પણ રાખ્યા છે. બની શકે કે તેના પ્રશંસકો માહીને ટૂંક સમયમાં એક જાહેરાતમાં જોશે. વર્ષ 2020 માં માહીએ આઈપીએલ દરમિયાન પણ તેનો લુક બદલી નાખ્યો હતો. આ વર્ષે આઈપીએલ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે માહીને રિટેન કરેલ છે પરંતુ કેદાર જાધવ, હરભજન સિંઘ, મુરલી વિજય અને પિયુષ ચાવલા જેવા ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. હવે જોવાનું એ છે કે આઈપીએલ 2021 માં માહીનો નવો લુક કેવો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો