ક્રિકેટ/ ભારતમાં કોરોનાથી થઈ રહેલા મોતના કારણે આ પૂર્વ પાકિસ્તાની બોલર થયો વ્યથિત, કહ્યું આપણા ભાઈ-બહેનને મદદની જરૂર

ભારતમાં કોરોનાની નવી તરંગે આ સમયે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. દરરોજ લાખો લોકો કોરોનાસંક્રમિત થઈ  રહ્યા છે. ઓક્સિજનના અભાવે લોકો મરી રહ્યા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક્સની સતત અછત છે, જેના માટે સરકાર તમામ

Trending Sports
sohiab akhtar ભારતમાં કોરોનાથી થઈ રહેલા મોતના કારણે આ પૂર્વ પાકિસ્તાની બોલર થયો વ્યથિત, કહ્યું આપણા ભાઈ-બહેનને મદદની જરૂર

ભારતમાં કોરોનાની નવી તરંગે આ સમયે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. દરરોજ લાખો લોકો કોરોનાસંક્રમિત થઈ  રહ્યા છે. ઓક્સિજનના અભાવે લોકો મરી રહ્યા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક્સની સતત અછત છે, જેના માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર એ આવા મુશ્કેલ સમયમાં  તેમની સરકારને  ભારતની મદદ કરવા વિનંતી કરી છે.પૂર્વ ફાસ્ટ બોલરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ભારતના કોરોનાથી ઉભી થયેલી પરિસ્થિતિ પર વાત કરતો જોવા મળ્યો હતો. આમાં  તેમની સરકારને ભારતમાં ઓક્સિજનની કમીને પહોંચી વળવા અપીલ કરતા જોવા મળ્યો હતો. તેણે ભારતની જનતાને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

અખ્તરે કહ્યું, “હિન્દુસ્તાન અત્યારે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ચાર લાખ કેસ આવી રહ્યા છે, મહારાષ્ટ્ર આવી રહ્યા છે, મુંબઇ આવી રહ્યા છે, દિલ્હી આવી રહ્યા છે. આ જેવી કોઈપણ સરકાર માટે પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ મુશ્કેલ છે. હું અપીલ કરું છું, હું ભારપૂર્વક અપીલ કરું છું, અને હું દિલથી અપીલ કરું છું. હું મારી સરકારને પણ અપીલ કરું છું, હું મારા લોકોને પણ કરું છું કે ભારતને અત્યારે ઘણી ઓક્સિજન ટેન્ક્સની જરૂર છે. “

તેમણે વધુમાં કહ્યું, “ઓક્સિજન ટેન્ક્સનો પુરવઠો ઓછો છે અને ઓક્સિજન ટેન્ક્સ દરેક સ્થિતિમાં, દરેક સ્થિતિમાં જરૂરી છે. તે બધા લોકો કે જે આપણા ભાઈ-બહેન છે, અબાલ અને વૃદ્ધ દરેકને મદદની જરૂર છે. તેમને વસ્તુઓની જરૂર છે, ત્યાં ઓક્સિજન ટેન્ક્સની જરૂર છે. “

s 2 0 00 00 00 1 ભારતમાં કોરોનાથી થઈ રહેલા મોતના કારણે આ પૂર્વ પાકિસ્તાની બોલર થયો વ્યથિત, કહ્યું આપણા ભાઈ-બહેનને મદદની જરૂર