Mumbai/ 14 વર્ષની સગીરાએ પ્રથમ પીરિયડ્સની પીડા સહન ન થતા, લગાવી ફાંસી

તમામ મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ભારે દુખાવો થાય છે. કેટલાક લોકો તેને સહન કરી શકે છે, પરંતુ ઘણા લોકો તેને સહન કરી શકતા નથી.

India Trending
YouTube Thumbnail 2024 03 28T202852.948 14 વર્ષની સગીરાએ પ્રથમ પીરિયડ્સની પીડા સહન ન થતા, લગાવી ફાંસી

તમામ મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ભારે દુખાવો થાય છે. કેટલાક લોકો તેને સહન કરી શકે છે, પરંતુ ઘણા લોકો તેને સહન કરી શકતા નથી. કેટલીક મહિલાઓ અને છોકરીઓને એટલી તકલીફ થાય છે કે તેમને ડોક્ટર પાસે લઈ જવી પડે છે અથવા દવાઓ લેવી પડે છે. અહીં મુંબઈમાં એક 14 વર્ષની છોકરીએ પ્રથમ પીરિયડની પીડા અને નુકશાન સહન ન કરી શકવાને કારણે આત્મહત્યા કરી લીધી છે.

મુંબઈના માલવાનીમાં લક્ષ્મી ચાલમાં 14 વર્ષની છોકરીએ ઘરે એકલી હતી ત્યારે આત્મહત્યા કરી લીધી. જ્યારે સગીરાના માતા-પિતા જેઓ બહાર હતા તેઓ ઘરે આવ્યા ત્યારે તેમને બાળકી બેભાન હાલતમાં મળી હતી.

પોલીસે જણાવ્યું કે, તેના માતા-પિતાએ તેને કાંદિવલી વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ તેની તપાસ કરનારા ડોકટરોએ કહ્યું કે તે પહેલાથી જ મરી ગઈ હતી.

પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન સગીરાની માતાએ પોલીસને જણાવ્યું કે તાજેતરમાં જ તેનું પહેલું પિરિયડ આવ્યું હતું અને તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી અને તેના કારણે તેણે આત્મહત્યા કરી હશે.

જોકે, પોલીસ સગીરાના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના પેજની તપાસ કરી રહી છે. આ સિવાય સગીરાના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે