અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટનો બીજો દિવસે ભારતનાં નામે રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે પહેલા સત્રમાં ત્રણ મોટી વિકેટ ઝડપીને ભારતને મુશ્કેલીમાં બહાર કાઠી હતી. બીજા અને ત્રીજા સત્રમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો જાદૂ એવો ચાલ્યો કે તેણે સદી તો ફટકારી સાથે વોશિંગ્ટન સુંદર સાથે સદીની ભાગીદારી કરી પહેલી ઇનિંગ્સમાં ભાઆરતને મજબૂત લીડ પણ આપાવી હતી. સદીની સાથે હવે પંતનાં નામે એક નવો રેકોર્ડ નોંધાયો છે, જે અગાઉ ઓસ્ટ્રેલિયાનાં મહાન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટનાં નામે હતો.
Cricket / WTC માં રોહિત શર્માએ મચાવી ધૂમ, આમ કરનાર વિશ્વનો પ્રથમ ઓપનર બન્યો
મોટેરાની પિચ પર ધમાકેદાર ઇનિંગ રમનાર પંત હવે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર બીજો વિકેટકીપર બન્યો છે. તેની પહેલા ગિલક્રિસ્ટ જ હતો, જેમણે આ ત્રણ દેશોમાં ટેસ્ટ સદી ફટકારી હતી. પંતે આ ઇનિંગ્સમાં 101 રન બનાવ્યા અને સુંદર (અણનમ 60) ની સાથે સાતમી વિકેટ માટે 113 રનની ભાગીદારી નોંધાવી, બીજા દિવસની રમતનાં અંત સુધીમાં ભારતનો સ્કોર સાત વિકેટે 294 રન થઇ ગયો છે. જે સતત ભારતીય ટીમને જીત તરફ અગ્રેસર કરી રહ્યો છે.
Cricket / પહેલા દિવસે કોહલી વિરુદ્ધ થયેલી બોલાચાલીનો સ્ટોક્સે લીધો બદલો, જાણો કેવી રીતે?
જો કે પંત તેની સદી પૂરી કર્યા પછી લાંબી ઇનિંગ્સ ખેંચી શક્યો ન હતો, પરંતુ તેણે તેનું કામ પૂર્ણ કર્યું. પંતે તેની ઇનિંગમાં 13 ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. તેણે શરૂઆતમાં સાવચેતી રાખી હતી અને તે દરમિયાન રૂટની બોલિંગ પર તેના છક્કા તેની બેટિંગ શૈલીને સુસંગત રહ્યો હતો. પંતે અગાઉ 82 બોલમાં 50 રન પૂરા કર્યા હતા પરંતુ તે પછી તેણે સદી સુધી પહોંચવા માટે માત્ર 33 બોલ રમ્યા હતા. પંત અને સુંદર વચ્ચેની ભાગીદારી પહેલા, ભારત પણ ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સનાં સ્કોરને 205 રન સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું, પરંતુ હવે તેઓ મોટેરાની સ્પિનરોને મદદ કરતી પિચ પર 89 રનની લીડ મેળવી મજબૂત સ્થિતિમાં પહોંચી ગયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
