Cricket/ વિશ્વનાં આ 5 Famous ક્રિકેટરો ખાઇ ચુક્યા છે જેલની હવા

વિશ્વનાં ઘણા એવા દેશ છે કે જ્યા ક્રિકેટનો ક્રેસ સૌથી વધારે છે. પરંતુ જેટલો ભારતમાં ક્રિકેટને લઇને ક્રેસ છે તેટલો લગભગ કોઇ દેશમાં નહી હોય.

Sports
વિશ્વનાં

વિશ્વનાં ઘણા એવા દેશ છે કે જ્યા ક્રિકેટનો ક્રેસ સૌથી વધારે છે. પરંતુ જેટલો ભારતમાં ક્રિકેટને લઇને ક્રેસ છે તેટલો લગભગ કોઇ દેશમાં નહી હોય. અહી આપણે ક્રિકેટની રમતને એટલી પસંદ કરીએ છીએ કે આપણા ભારતીય ખેલાડીઓને બીજી રમતોની સરખામણીમાં આપણે એક અલગ જ માન સન્માન આપીએ છીએ. ત્યારે ભારત સહિત દુનિયામાં ઘણા એવા વિશ્વનાં ખેલાડીઓ પણ છે કે જેમણે આ જેન્ટલમેન રમતને બદનામ કરી છે.

આ પણ વાંચો – ફૂટબોલ સ્ટાર / બાર્સેલોનાથી અલગ થયા બાદ હવે આ ક્લબ માટે રમી શકે છે Messi

ક્રિકેટ મેદાન પર અને બહાર ખેલાડીઓનું જીવન અલગ જ હોય છે. કેટલીકવાર આ ખેલાડીઓ કંઈક કરે છે, જેના કારણે તેમને તેનો ભોગ બનવું પડે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવા ઘણા ખેલાડીઓ હતા જેમના કેટલાક વિચિત્ર કારનામાઓનાં કારણે તેમને જેલમાં જવું પડ્યું હતું. ચાલો આવા પાંચ મોટા ક્રિકેટરોની યાદી પર એક નજર કરીએ…

એસ. શ્રીસંત

શ્રીસંત

ભારતનાં ફાસ્ટ બોલર એસ શ્રીસંતને IPL દરમ્યાન સ્પોટ ફિક્સિંગ માટે જેલમાં જવું પડ્યું હતું. તેણે સ્વીકાર્યું હતું કે જ્યારે પણ તે તેના પેન્ટની અંદર ટુવાલ સાથે બોલિંગ કરતો ત્યારે તેણે એક ઓવરમાં 14 રન આપ્યા હતા.

વસીમ અકરમ

વસીમ અકરમ

આ પણ વાંચો – ક્રિકેટ / ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વરસાદ બન્યો ભારત માટે વિલન, મેચ થઇ ડ્રો

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ દિગ્ગજ બોલર વસીમ અકરમ પણ તે ખેલાડીઓમાંથી એક છે જેને જેલનો ચહેરો જોવો પડ્યો છે. આ ઘટના વર્ષ 1993 માં બની હતી જ્યારે તેઓ વેસ્ટ ઈન્ડિઝનાં પ્રવાસે હતા. ત્યારબાદ અકરમ સાથી ખેલાડીઓ વકાર યુનુસ, આકીબ જાવેદ અને મુશ્તાક અહમદ સાથે બીચ પર ગયો જ્યાં તે ગેરકાયદેસર રીતે દવાઓ લેતો જોવા મળ્યો હતો. બાદમાં તે પોલીસનાં હાથે ઝડપાઈ ગયો હતો પરંતુ જામીન બાદ તેને છોડવામાં આવ્યો હતો.

નવજોત સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુ

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને 1988 માં એક વૃદ્ધ માણસ સાથે લડવા બદલ 3 વર્ષની જેલ થઈ હતી. એવું કહેવામાં આવે છે કે મિત્રોએ એક વૃદ્ધ માણસ સાથે ઝઘડો કર્યો અને ઝઘડા બાદ વ્યક્તિનું મૃત્યુ થયું હતુ. થોડો સમય જેલમાં વિતાવ્યા બાદ તેણે કોર્ટમાં અપીલ કરી હતી ત્યારબાદ તેને જામીન મળ્યા હતા.

રૂબેલ હુસૈન

રૂબેલ હુસૈન

આ પણ વાંચો – Tokyo Olympics / આજે યોજાશે ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારોહમાં આ ખેલાડી બનશે દેશનો ધ્વજવાહક

બાંગ્લાદેશનાં ફાસ્ટ બોલર રૂબેલને તેની ગર્લફ્રેન્ડ સાથે બળજબરીથી દુષ્કર્મ અને ધમકી આપવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તેની ગર્લફ્રેન્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે બોલરે તેની સાથે લગ્ન કરવાનું વચન તોડ્યું અને પછી તેની સાથે મારપીટ પણ કરી હતી.

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડનાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સ બંને એક સાથે એક રાત માટે જેલમાં હતા અને બીજા દિવસે કોર્ટની રજાનાં કારણે તેમને જેલમાં રહેવું પડ્યું. ત્યારબાદ સ્ટોક્સે કહ્યું હતું કે, કેટલાક લોકો ‘ગે કપલ’ ને પરેશાન કરી રહ્યા હતા અને માર મારતા હતા. જેમના પર સ્ટોક્સે હાથ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે, તે રાત્રે હુ ખૂબ ગુસ્સામાં હતો. વિશ્વનાં જ્યારે સ્ટોક્સ તેના પર હાથ ઉઠાવી રહ્યો હતો, ત્યારે સ્ટ્રીટનાં કેમેરામાં તેના ફૂટેજ આવી ગયા હતા.