Covid-19/ સુરત શહેરમાં કોરોનાનાં નવા સ્ટ્રેનને લઈ વધી ચિંતા, શું સરકાર કાબુમાં લાવી શકશે?

રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત શહેરથી હવે કોરોનાનાં કેસને લઇને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે…

Gujarat Surat
  • સુરત કોરોનાના નવા સ્ટ્રેનને લઈ વધી ચિંતા
  • યુકેના 3 લોકોમાંથી એક માં નવા સ્ટ્રેનના લક્ષણો
  • ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા 3 ના સેમ્પલ લેવાયા હતા
  • 3 લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા
  • વરાછા, પાલનપુર, પાલ અને સરથાણામાં ફરી ક્લસ્ટર લાગુ
  • ક્લસ્ટર વિસ્તારમાં લોકોની અવર જવર પ્રતિબંધ

રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત શહેરથી હવે કોરોનાનાં કેસને લઇને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં કોરોનાનાં નવા સ્ટ્રેનને લઇને ચિંતા વધી ગઇ છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત વધારો, જાણો શું છે US અને બ્રાઝિલની સ્થિતિ?

આપને જણાવી દઇએ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત જીત મેળવી લીધી છે, પણ શું હવે ભાજપ કોરોનાનાં કેસને રોકવામાં સફળ થશે ખરા? આ વચ્ચે સુરત શહેરમાંથી સરકાર માટે વધુ એક ચિંતા ઉભી કરે તેવા સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા 3 લોકોમાંથી એક શખ્સમાં નવા સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યા છે. જણાવી દઇએ કે, તેઓનાં આ પહેલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, 3 લોકોનાં સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા.  જેમા એક શખ્સમાં નવા સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યા છે. વરાછા, પાલનપુર, પાલ અને સરથાણામાં ફરી ક્લસ્ટર લાગુ થયુ છે. જ્યા લોકોની અવર-જવર પર પ્રતિબંધ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ