Not Set/ મોડાસામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

પોલીસે FSL અને ડોગ સ્કોડની મદદથી ચોરીનું પગેરું શોધવા ચક્રોગતિમાન કર્યા

Gujarat Others

અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી લાખોની મત્તા ચોરી ગયા હતા. સોસાયટીના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની વાત વાયુ વેગે સોસાયટીમાં પ્રસરી જવા પામી હતી. ત્યારે સોસાયટીના રહીશો દ્વારા બંધ મકાનમાં ચોરી થી હોવાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી ડોગ સ્કોડ તેમજ એફએસએલની મદદથી ચોરીનું પગેરું શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: હોળી ના પૂર્વે બજારો સુમસામ, વેપારીઓ મૂંઝવણમાં મુકાયા

અરવલ્લીના મોડાસા શહેરમાં આવેલ પંચજ્યોત સોસાયટીમાં ચોરીની ઘટના બનવા પામી છે. જેમાં સોસાયટીના બંધ મકાનને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. ત્યારે તસ્કરો બંધ મકાનમાં રાત્રીના સમયનો લાભ લઈને પ્રવેશ કરી ૬ તોલા સોનું, ૧૦ કિલો ચાંદી તેમજ રૂપિયા ૨.૩૦ લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે સોસાયટીમાં ચોરીની ઘટના બની હોવાની વાત સમગ્ર સોસાયટીમાં વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. સોસાયટીમાં ચોરી\ થયા અંગેની જાણ રહીશો દ્વારા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી FSL તેમજ ડોગ સ્કોડની મદદથી ચોરીનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી છે.