Not Set/ Ind vs WI/ રાહુલ-રોહિતની સદી, કુલદીપની હેટ્રિકના સથવારે ભારતે વિન્ડિઝને 107 રનથી હરાવ્યું

વિશાખાપટ્ટનમ ખાતે બુધવારે એસીએ-વીડીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વનડેમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 107 રને પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 387 રનનો સ્કોર બનાવ્યો હતો. વિન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રનમાં સમેટાઇ ગઇ હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમનાં શાઈ […]

Top Stories Sports
india Ind vs WI/ રાહુલ-રોહિતની સદી, કુલદીપની હેટ્રિકના સથવારે ભારતે વિન્ડિઝને 107 રનથી હરાવ્યું

વિશાખાપટ્ટનમ ખાતે બુધવારે એસીએ-વીડીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વનડેમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 107 રને પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 387 રનનો સ્કોર બનાવ્યો હતો. વિન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રનમાં સમેટાઇ ગઇ હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમનાં શાઈ હોપે 78 અને નિકોલસ પુરાને 75 રન બનાવ્યા હતા. આ બે સિવાય વિન્ડિઝના અન્ય કોઇ બેટ્સમેનોએ ભારતીય બોલરોનો સામનો કરી શક્યા નહોતા. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી અને તે હેટ્રિક હતી. મોહમ્મદ શમીએ ત્રણ સફળતા પણ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ બે વિકેટ ઝડપી હતી. 

આપને જણાવી દઇએ કે, પહેલા ભારત તરફથી રોહિત શર્માએ 159 રન બનાવ્યા હતા અને તેના શરૂઆતના સાથી લોકેશ રાહુલે 102 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 227 રન જોડ્યા હતા. રોહિતે 138 બોલનો સામનો 17 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે કર્યો હતો. રાહુલે 104 બોલનો સામનો કર્યો હતો અને આઠ ચોગ્ગા ઉપરાંત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ બંને પછી ઋષભ પંત અને શ્રેયસ અય્યરે ઝડપી રન ઉમેર્યા હતા. અય્યરે 32 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. પંતે 16 બોલમાં 39 રન બનાવ્યા હતા. જેમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામેલ હતા. વિન્ડિઝ તરફથી શેલ્ડન કોટ્રેલે બે વિકેટ ઝડપી હતી. કીમો પોલ, અલ્ઝારી જોસેફ અને કિરોન પોલાર્ડને એક-એક વિકેટ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.