Surat/ સુરતમાં ચાલતી ટ્રેનના ચઢવાનો પ્રયાસ કરતા યુવક ફસાયો, RPF જવાન બન્યો ‘દેવદૂત’

મળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર એક મુસાફર ચાલતી ટ્રેનમાં ચઢવા જઈ રહ્યો હતો, તે દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે ટ્રેન…

Top Stories Gujarat Surat
RPF Jawan Viral Video

RPF Jawan Viral Video: સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા પેસેન્જરને બહાર કાઢતા RPF કોન્સ્ટેબલના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે યુવકનો પગ લપસી જતાં તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડી ગયો હતો. યુવકને દૂરથી પડતો જોઈ RPF કોન્સ્ટેબલ તરત દોડી ગયો હતો. સ્ટેજ પર ઉભેલા અન્ય લોકો પણ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. ગભરાયેલા લોકોએ બૂમો પાડી. આ દરમિયાન RPF કોન્સ્ટેબલે ત્વરિતતા દાખવી યુવકને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. 10 સેકન્ડમાં જ મુસાફરનો જીવ બચી ગયો. રેલવે દ્વારા સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર એક મુસાફર ચાલતી ટ્રેનમાં ચઢવા જઈ રહ્યો હતો, તે દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો. ત્યારે ત્યાં ફરજ પર તૈનાત RPF સંદીપ યાદવની નજર પડી. જેથી તેઓ મુસાફરને બચાવવા દોડી આવ્યા હતા. તેમને જોઈ અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન ટ્રેન ઉભી રહેતા જ મુસાફરનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો: PM Modi/સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ અને ભારતની આઝાદીની શતાબ્દીની ઉજવણી જોડે થશેઃ પીએમ મોદી

આ પણ વાંચો: ગુજરાત મોડલ?/તાપી જિલ્લાના આ તાલુકાની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં, રજૂઆત કરવા છતાં…

આ પણ વાંચો:LLBની વિદ્યાર્થીનીનો આપઘાત/ગુજરાતના એક યુવક સાથે વાત કર્યા બાદ યુવતીએ લગાવી છલાંગ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા