Not Set/ મધમાખીઓનું ઝુંડ વિદ્યાર્થીઓ પર ત્રાટક્યું,પછી શું થયું જાણો 

છોટા ઉદેપુર નાની લાગતી મધમાખીઓ ઘણીવાર માણસોના જીવનમાં મોટું તોફાન સર્જી દેતી હોય છે.છોટાઉદેપુરમાં ભાટસણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધમાખીઓને ઝુંડે એવી હેરાનગતિ કરી હતી કે તેમને હોસ્પિટલ ભેગા થવું પડ્યું હતું. આ વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસે પોઈચા ગામ જઇ રહ્યાં હતા ત્યારે રહ્યા રસ્તામાં મધમાખીનું ઝુંડ વિદ્યાર્થી પર ત્રાટક્યું હતું. જેના લીધે ઘણા વિદ્યાર્થીને મધમાખી કરડી ગઈ હતી.જો […]

Gujarat

છોટા ઉદેપુર

નાની લાગતી મધમાખીઓ ઘણીવાર માણસોના જીવનમાં મોટું તોફાન સર્જી દેતી હોય છે.છોટાઉદેપુરમાં ભાટસણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધમાખીઓને ઝુંડે એવી હેરાનગતિ કરી હતી કે તેમને હોસ્પિટલ ભેગા થવું પડ્યું હતું.

આ વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસે પોઈચા ગામ જઇ રહ્યાં હતા ત્યારે રહ્યા રસ્તામાં મધમાખીનું ઝુંડ વિદ્યાર્થી પર ત્રાટક્યું હતું. જેના લીધે ઘણા વિદ્યાર્થીને મધમાખી કરડી ગઈ હતી.જો કે આ દરમ્યાન શાળાના શિક્ષક અને બસના ડ્રાઈવરે વિદ્યાર્થીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં ૨૦ થી વધુ વિદ્યાર્થી મધમાખીના ડંખનો ભોગ બન્યા હતા.સારવાર અર્થે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.મધમાખીના ડંખનો ભોગ બનેલાં કેટલાંક વિદ્યાર્થીઓની આંખો સુજી ગઇ હતી તો કેટલાંકના ચહેરા પર ચકામા ઉપસી આવ્યા હતા.

મહત્વનું છે કે પ્રવાસે જતા વિદ્યાર્થીઓ  રસ્તામાં નાસ્તા પાણી કરવા માટે રોકાયા હતા અને ત્યારે જ આ ઘટના બની હતી.