મંગળવારે મોટી માહિતી આપતા પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમેરિકી ગુપ્તચર એજન્સીને ડર છે કે અફઘાનિસ્તાન સ્થિત ઈસ્લામિક સ્ટેટ છ મહિનામાં અમેરિકા પર મોટો હુમલો કરી શકે છે. યુએસ ડિફેન્સ હાઈ સેક્રેટરી કોલિન કાહલે કહ્યું છે કે અમેરિકા ભલે અફઘાનિસ્તાનમાંથી હટી ગયું હોય, પરંતુ ખતરો ખતમ થયો નથી. કાહલે કહ્યું કે તાલિબાન ભલે અફઘાનિસ્તાનમાં યુદ્ધ જીતી ગયા હોય, પરંતુ તેમને હજુ પણ ઈસ્લામિક સ્ટેટના પડકારનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે તાલિબાન ઇસ્લામિક સ્ટેટના આતંકને રોકી શકશે કે કેમ તેનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે જો આતંકવાદી જૂથ અફઘાનિસ્તાનમાં હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તે અમેરિકા માટે પણ ખતરો હશે.
તેcણે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન અને તાલિબાન એકબીજાના દુશ્મન છે. તેથી તાલિબાને સાવચેતીપૂર્વક ચાલવું પડશે. ઇસ્લામિક સ્ટેટ પાસે કેટલાક હજાર આતંકવાદીઓની કેડર છે, જેને તે વધારવા માટે કામ કરી રહી છે અને અમેરિકા સહિત અન્ય દેશોમાં તેની કેડર વધારવામાં વ્યસ્ત છે.
