Stock Markets/ શેરબજારમાં તેજીમાં રોક છતાં રોકાણકારોને લાભ, સેન્સેક્સ 71,315 પર અને નિફ્ટી 21,418 પોઈન્ટ પર બંધ થયો

આજના કારોબારમાં ઓટો, ફાર્મા, મેટલ્સ, મીડિયા, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા.

Top Stories Business

શેરબજારમાં ચાલુ વધારો આજે અટકી ગયો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બેંકિંગ શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો થયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 168 પોઈન્ટના ઘટાડા સાથે 71,315 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 38 પોઈન્ટના ઘટાડા સાથે 21,418 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજના કારોબારમાં ઓટો, ફાર્મા, મેટલ્સ, મીડિયા, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે બેન્કિંગ, આઈટી એનર્જી, એફએમસીજી સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. જોકે, મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 10 વધ્યા અને 20 ઘટીને બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 19 વધીને અને 31 ઘટીને બંધ થયા હતા.

શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે પરંતુ રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSEનું માર્કેટ કેપ રૂ. 358.68 લાખ કરોડની ઐતિહાસિક ટોચે બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 357.84 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 84,000 કરોડનો વધારો થયો છે.

આજના કારોબારમાં સન ફાર્મા 1.25 ટકા, રિલાયન્સ 0.99 ટકા, બજાજ ફાઇનાન્સ 0.92 ટકા, એચસીએલ ટેક 0.74 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.60 ટકા, એચયુએલ 0.49 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે પાવર ગ્રીડ 2.34 ટકા, JSW સ્ટીલ 1.46 ટકા, ITC 1.45 ટકા, ICICI બેન્ક 1.25 ટકા, ટેક મહિન્દ્રા 0.99 ટકા, ઇન્ફોસિસ 0.98 ટકા, એક્સિસ બેન્ક 0.77 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.