ગુજરાત/ દિવાળીના તહેવારોને પગલે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત ગૃહ વિભાગ દ્વારા કરાઈ

30 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર અને જામનગર આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં રાત્રે 1 કલાકથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે

Top Stories Gujarat
Untitled 522 દિવાળીના તહેવારોને પગલે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત ગૃહ વિભાગ દ્વારા કરાઈ

દિવાળીના  તહેવાર ના હવે ગણતરીના દિવસો જ બાકી છે . તેવામાં  સરકારે વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં  લઈને  ગૃહવિભાગ દ્વારા રાત્રિ   કર્ફ્યું માં છૂટછાટ  અપાઈ છે . જે અંતર્ગત 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂમાં અપાઈ છૂટછાટ, જેમાં સમયરાત્રે 1 વાગ્યાથી સવારે 5 સુધી રહેશે .

દિવાળીના તહેવારોને લઈ સરકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જે અંતર્ગત;

રાત્રે 1 વાગ્યાથી સવારે 5 સુધી રહેશે રાત્રિ કરફ્યૂ,
30 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કરફ્યૂમાં છૂટ,
દુકાનો, લારી ગલ્લા, 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લા,
રેસ્ટોરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લા,
સિનેમા હોલ 100 ટકાની ક્ષમતા સાથે ચાલુ રખાશે,
નૂતન વર્ષ અને સ્નેહ મિલન કાર્યક્રમાં 400ની મર્યાદા,
400 લોકોની ક્ષમતા સાથે છઠપૂજાની મંજૂરી,
સ્પા સેન્ટરો 9 થી 9 સુધી રહેશે ખુલ્લા રાખવાની મંજૂરી,
સ્પા સેન્ટરોના સંચાલકો, કર્મીઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત